45 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ જોયા આટલા ખરાબ દિવસ, રોહિત-ગંભીરે કલ્પના પણ નહીં કરી હોય

ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. 27 વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે વનડે શ્રેણી હારી છે. ખાસ વાત એ છે કે 45 વર્ષ બાદ ભારતીય ક્રિકેટમાં એવો ખરાબ રેકોર્ડ બન્યો છે જેના વિશે રોહિત અને ગંભીરે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ હાર સાથે સમાપ્ત થઈ ગયો છે. બંને ટીમો વચ્ચે રમાયેલી ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝની છેલ્લી મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ 110 રનથી હારી ગઈ હતી. આ સાથે ભારતીય ક્રિકેટનો 45 વર્ષનો લાંબો સિલસિલો તૂટી ગયો છે. આ સાથે જ રોહિત શર્મા અને ગૌતમ ગંભીરની જોડી પણ ભારતીય કેપ્ટન અને કોચની ત્રીજી જોડી બની ગઈ છે, જેને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારત 2024માં એક પણ ODI જીતી શક્યું નહીંવર્ષ 2024માં ભારતની આ પહેલી ODI સિરીઝ હતી. અગાઉ T20 વર્લ્ડ કપના કારણે ભારત માત્ર T20 મેચ રમ્યું હતું. ખાસ વાત એ છે કે હવે આ વર્ષે ભારતે એક પણ વનડે મેચ રમવાની નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ વર્ષે એક પણ વનડે મેચ જીતી શકશે નહીં. તમને જણાવી દઈએ કે, 1979 પછી આ પહેલો પ્રસંગ છે જ્યારે ટીમ ઈન્ડિયા કોઈપણ વર્ષમાં એક પણ ODI મેચ જીતી શકી નથી. આ પહેલા 1979માં પણ ટીમ ઈન્ડિયાએ માત્ર ત્રણ જ ODI મેચ રમી હતી, ત્યારબાદ તમામ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

શ્રીલંકા સામે વનડે સિરીઝ હારનાર ત્રીજો કેપ્ટનરોહિત શર્મા હવે શ્રીલંકા સામેની વનડે શ્રેણી હારી ગયેલા ભારતીય કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. રોહિત પહેલા આ યાદીમાં માત્ર મોહમ્મદ અઝહરુદ્દીન અને સચિન તેંડુલકરનું નામ સામેલ હતું. મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા વર્ષ 1993માં શ્રીલંકા સામે પ્રથમ વનડે શ્રેણી હારી ગઈ હતી. આ પછી 1997માં સચિન તેંડુલકરની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને આવી હાર મળી હતી. હવે રોહિત શર્મા શ્રીલંકા સામેની વનડે સિરીઝ હારનાર ત્રીજો ભારતીય કેપ્ટન બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *