ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝ કઈ ટીમ સાથે અને ક્યારે શરુ થશે, જુઓ શેડ્યૂલ
શ્રીલંકાનો પ્રવાસ પૂર્ણ થયા બાદ ભારતીય ખેલાડીઓને 43 દિવસનો લાંબો બ્રેક મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ટીમ ઈન્ડિયાનો સૌથી લાંબો બ્રેક છે. હવે ભારતીય ખેલાડીઓ 19 સપ્ટેમ્બરની એક્શનમાં જોવા મળશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થશે. આ પછી T20 સિરીઝ રમાશે. બાંગ્લાદેશની ટીમ આ બંને સિરીઝ રમવા માટે ભારતના પ્રવાસે આવશે.શ્રીલંકાનો પ્રવાસ પૂર્ણ થયા બાદ ભારતીય ખેલાડીઓને 43 દિવસનો લાંબો બ્રેક મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈન્ડિયાનો અત્યારસુધીનો સૌથી લાંબો બ્રેક છે. સામાન્ય રીતે સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે છે. 43 દિવસના આ લાંબા બ્રેક બાદ ભારતીય ટીમ સીધી 19 સપ્ટેમબરના રોજ એક્શનમાં આવશે.
ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ચેમ્પિયનશીપનો ભાગ
તો ચાલો જોઈએ ટીમ ઈન્ડિયાના શેડ્યુલ વિશે. ભારતીય ક્રિકેટ ટીમ 19 સપ્ટેમબરના રોજ એક્શનમાં આવશે. બાંગ્લાદેશની ટીમ 2 મેચની ટેસ્ટ સીરિઝ અને 3 મેચની ટી20 સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરશે. આ ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ચેમ્પિયનશીપનો ભાગ લેશે. ભારતીય ટીમની નજર મહેમાન ટીમના સુપડા સાફ કરવા પર રહેશે. હાલમાં ભારતીય ટીમ ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને છે.
પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે
બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ અને ટી-20 સિરીઝ રમવા માટે ભારત આવશે. પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરે ચેન્નાઈના મેદાન પર રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ મેચ કાનપુરમાં રમાશે. બંને ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે. ટેસ્ટ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ
- પ્રથમ ટેસ્ટ મેચ – 19 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર, સવારે 9.30 કલાકે, ચેન્નાઈ
- બીજી ટેસ્ટ મેચ – 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, સવારે 9.30 કલાકે, કાનપુર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની T20 સિરીઝનું શેડ્યૂલ
- પ્રથમ T20 મેચ – 6 ઓક્ટોબર, સાંજે 7.00 કલાકે, ધર્મશાલા
- બીજી T20 મેચ – 9 ઓક્ટોબર, સાંજે 7.00 કલાકે, દિલ્હી
- ત્રીજી T20 મેચ – 12 ઓક્ટોબર, સાંજે 7.00 કલાકે, હૈદરાબાદ
ટીમે અત્યાર સુધી કુલ 9 મેચ રમી
ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે 3 ટી20 મેચની સીરિઝ રમાશે. પહેલી મેચ 6 ઓક્ટોબરના રોજ રમાશે, તો બીજી 9 ઓક્ટોબર અને ત્રીજી મેચ 12 ઓક્ટોબરના રોજ રમાશે. આ મેચ ક્રમશ ધર્મશાળા, દિલ્હી અને હૈદરાબાદમાં રમાશે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ પહેલા સ્થાને છે. ટીમે અત્યારસુધી કુલ 9 મેચ રમી છે. જેમાંથી 6માં જીત મેળવી છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તો બાંગ્લાદેશની ટીમ 8માં નંબર પર છે. આવનારી સિરીઝ બંન્ને ટીમ માટે મહત્વની રહેશે.