જય શાહ કરશે મોટી જાહેરાત ! BCCI હવે IPL જેવી વધુ એક મોટી લીગ શરૂ કરશે ?

IPLમાં રમતા ખેલાડીઓનું સમગ્ર જીવન બદલાઈ જાય છે. ખેલાડીઓને એટલા બધા પૈસા મળે છે કે તેઓ દુનિયાની કોઈપણ લીગમાં આટલી કમાણી કરી શકતા નથી. હવે BCCI વધુ એક મોટી લીગ ટૂર્નામાન્ટ શરૂ કરવાનું વિચારી રહી છે, જો આવું થાય તો IPLમાં નહીં રમનારા ખેલાડીઓ પણ કરોડોની કમાણી કરશે, જાણો શું છે મામલો?

ઈન્ડિયન પ્રીમિયર લીગ… વિશ્વ ક્રિકેટની સૌથી મોટી લીગ છે, જેમાં વિશ્વમાં ક્રિકેટ રમતા દરેક ખેલાડી તેમા રમવા ઈચ્છે છે. આ લીગમાં ખ્યાતિ, પૈસા અને તેમના ભવિષ્યને બદલવાની તાકાત છે. IPL એ BCCI દ્વારા ચલાવવામાં આવે છે, જે વિશ્વનું સૌથી શક્તિશાળી અને સૌથી ધનિક ક્રિકેટ એસોસિએશન છે. આ જ કારણ છે કે બીસીસીઆઈની ક્રિકેટ વિશ્વમાં બોલબાલા છે અને દરેક ખેલાડી તેની સાથે જોડાવા માંગે છે.

હવે BCCI આવો જ બીજો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી ચૂકેલા ખેલાડીઓ માટે વરદાનથી ઓછું કાંઈ નહીં હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI નિવૃત્ત ખેલાડીઓ માટે એક લીગ શરૂ કરવા જઈ રહી છે, જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની છોડી ચૂકેલા અનુભવી સિનિયર ખેલાડીઓ ભાગ લેતા જોવા મળશે.

જય શાહ સુધી ગયો છે મામલો

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ જય શાહ સમક્ષ નિવૃત્ત ખેલાડીઓ માટે અલાયદી લીગ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મોટા સમાચાર એ છે કે BCCI પણ તેમાં ઘણો રસ દાખવી રહ્યું છે, જય શાહને નિવૃત્ત ખેલાડીઓ માટે અલાયદી લીગનો આઈડિયા ગમ્યો છે અને તેઓ પણ તેના પર આગળ કામ કરવા ઈચ્છુક જણાય છે.

બીસીસીઆઈના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, પૂર્વ ક્રિકેટરોએ બીસીસીઆઈને નિવૃત્ત ખેલાડીઓ માટે અલાયદી લીગ રમાડવાનો પ્રસ્તાવ આપ્યો છે અને તેના પર BCCI દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *