જાણો કોણ છે જાસ્મિન વાલિયા ? જેની હાર્દિક પંડ્યા સાથેની ડેટિંગની ફેલાઇ અફવા, સેમ પૂલની સાથે બન્નેની તસવીરો વાયરલ

કપલના છૂટાછેડાને માત્ર એક મહિનો જ વીત્યો છે અને હવે એવું લાગી રહ્યું છે કે ક્રિકેટરના જીવનમાં ફરીથી પ્રેમનો પ્રવેશ થયો છે

Jasmin Walia: હાર્દિક પંડ્યાના નતાશા સ્ટેનકૉવિક સાથે છૂટાછેડા થયાને હજુ થોડા દિવસો થયા છે, અને ક્રિકેટર વિદેશી સુંદરીને ડેટ કરી રહ્યો હોવાની અફવાઓ ફેલાઈ છે. બન્નેની સેમ પૂલ સાથેની તસવીરો પણ સામે આવી છે.

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ 12 જુલાઈ, 2024ના રોજ તેમના છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. કપલના છૂટાછેડાને માત્ર એક મહિનો જ વીત્યો છે અને હવે એવું લાગી રહ્યું છે કે ક્રિકેટરના જીવનમાં ફરીથી પ્રેમનો પ્રવેશ થયો છે. વાસ્તવમાં, હાર્દિક પંડ્યાનું નામ એક વિદેશી સિંગર સાથે જોડવામાં આવી રહ્યું છે. બંનેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેનું બેકગ્રાઉન્ડ એક જ હોવાનું જણાય છે. જોકે, આ અફવાઓ સાચી છે કે નહીં તે તો હાર્દિક જ કહી શકે છે. પરંતુ ચાલો જાણીએ કે હાર્દિક પંડ્યાની અફવાવાળી ગર્લફ્રેન્ડ કોણ છે ?

હાર્દિક પંડ્યા જાસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો હોવાની અફવાઓ ફેલાઈ રહી છે. બંને હાલમાં ગ્રીસમાં વેકેશન માણી રહ્યા હોવાની અફવા છે. સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા વાયરલ થયા બાદ હાર્દિક અને જાસ્મિનના ડેટિંગની અફવાઓ તેજ થઈ ગઈ છે.

ગ્રીસમાંથી એક જ પૂલ સાથે હાર્દિક અને જાસ્મિનની કેટલીક તસવીરો સામે આવી છે. જો કે બંનેની તસવીરો સાથે નથી પરંતુ અલગ-અલગ છે. તમને જણાવી દઈએ કે હાર્દિકે ગ્રીસમાં પૂલ સાઇડ વેકેશન માણતો વીડિયો શેર કર્યો હતો. જાસ્મિન વાલિયાએ પણ આ જ પૂલ પરથી તેની બ્લૂ બિકીનીમાં તસવીરો પોસ્ટ કરી છે. બંનેના ડેટિંગની અફવાઓ ત્યારે વધુ ઉગ્ર બની જ્યારે જાસ્મિનને પણ હાર્દિકનો વીડિયો લાઈક કર્યો છે.

હાલમાં, જાસ્મિન ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ડેટિંગની અફવાઓને કારણે ચર્ચામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *