ભારતીય ટીમના કાર્યક્રમના અચાનક ફેરફાર, શું થયું એવુ કે કોલકત્તા પોલીસે સુરક્ષા આપવાનો કર્યો ઇન્કાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતીય ક્રિકેટ ટીમના તેના 2024-25ની સ્થાનિક સીઝનમાં ફેરફાર કર્યા છે

Team India Home Schedule Revised: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેની 2024-25ની સ્થાનિક સીઝનમાં ફેરફાર કર્યા છે. દરમિયાન ભારતીય ટીમે ઘરઆંગણે બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે શ્રેણી રમવાની છે. આ બંને શ્રેણીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમે ઘરઆંગણે બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી અને 3 મેચની ટી-20 સીરિઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પછી બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી યોજાશે. ત્યારપછી બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ T20 મેચ 6 ઓક્ટોબરે ધર્મશાલામાં રમાવાની હતી.

ગ્વાલિયરમાં 14 વર્ષ બાદ ઈન્ટરનેશનલ મેચ યોજાશે

પરંતુ બીસીસીઆઈએ આ પ્રથમ મેચનું સ્થળ બદલી નાખ્યું છે. વાસ્તવમાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ડ્રેસિંગ રૂમમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થળ બદલવામાં આવ્યું છે. હવે આ મેચ ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ગ્વાલિયરમાં 14 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેદાન પર છેલ્લી વખત વનડે મેચ 2010માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં સચિન તેંડુલકરે બેવડી સદી ફટકારી હતી. સચિન વન-ડેમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો.

બાંગ્લાદેશ બાદ ભારતીય ટીમે આવતા વર્ષે જાન્યુઆરીમાં સીધી હોમ સિરીઝ રમવાની છે. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે. બંને ટીમો વચ્ચે 5 મેચની ટી-20 સીરીઝ અને 3 મેચની વન-ડે સીરીઝ રમાશે. પ્રથમ વનડે શ્રેણી હશે, જે 22 જાન્યુઆરીથી શરૂ થશે. બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ શ્રેણીના કાર્યક્રમમાં પણ મોટો ફેરફાર કર્યો છે.

કોલકાતા પોલીસની અપીલ પર સ્થળ બદલાયું

બોર્ડે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ અને બીજી ટી20 મેચનું સ્થળ પણ બદલ્યું છે. સીરિઝની પ્રથમ T20 મેચ 22 જાન્યુઆરીએ ચેન્નઈમાં રમાવાની હતી. પરંતુ હવે આ મેચ કોલકાતામાં રમાશે. જ્યારે બીજી T20 મેચ 25 જાન્યુઆરીએ કોલકાતામાં યોજાવાની હતી જે હવે ચેન્નઈમાં યોજાશે. જોકે, મેચની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઈંગ્લેન્ડ સિરીઝમાં જે ફેરફાર થયો છે તે કોલકાતા પોલીસની અપીલને કારણે કરવામાં આવ્યો છે. કોલકાતા પોલીસનું કહેવું છે કે બીજી T20 મેચ 25 જાન્યુઆરીએ યોજાશે, જ્યારે તેઓ ગણતંત્ર દિવસની તૈયારીમાં વ્યસ્ત હશે. આથી પોલીસે બોર્ડને આ વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *