સચિન તેંડુલકરે જાતે કર્યો ખુલાસો, કઈ રીતે તેણે વેસ્ટ ઈન્ડિઝના ઘાતક બોલરને બનાવ્યો હતો ઉલ્લુ.
2002માં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં સચિન તેંડુલકરે પેડ્રો કોલિન્સને કઈ રીતે ઉલ્લુ બનાવ્યો તેને લઈને વાત કરી હતી. સચિને રમૂજી પણ સત્ય હકીકત પર એક વાત કરી જેમાં તેમણે બોલરના હાથમાં રહેલો સ્વિંગ તપાસવા માટે કેવો જુગાડ કર્યો.
પેડ્રો કોલિન્સે તેની કારકિર્દી દરમિયાન ઘણા અગ્રણી બેટ્સમેનોને તેની ઘાતક બોલિંગને કારણે પરેશાન કર્યા હતા, પરંતુ તે એક રોમાંચક ઘટના બની જ્યારે તેણે 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં સચિન તેંડુલકરને આઉટ કર્યો. આ દરમિયાન તેંડુલકર કોલિન્સની બોલિંગથી થોડો “નિરાશ” દેખાયો. પરંતુ આ વચ્ચે ઘાતક બોલર સામે મેચમાં સચિન કેવી રીતે પિચ પર લાંબો સમય ટકી શક્યો તેને લઈને રસપ્રદ વાત કરી હતી.
હતાશાનું કારણ પણ મહત્વનું
કોલિન્સની બોલિંગનું સૌથી મોટું હથિયાર તેનો સ્વિંગ હતો, જેને તેણે બોલને ચમકાવવાની મદદથી વધુ ખતરનાક બનાવ્યો હતો. તેની લેફ્ટ હેન્ડની બોલિંગ, ખાસ કરીને જ્યારે બોલ સ્વિંગ થઈ રહ્યો હતો, ત્યારે તેંડુલકર માટે પડકારજનક હતો.
જ્યારે સચિન તેંડુલકર જેવા દિગ્ગજ બેટ્સમેનને વારંવાર આઉટ કરવાથી કોલિન્સનો આત્મવિશ્વાસ વધ્યો હતો, ત્યારે તેંડુલકર માટે પરિસ્થિતિ નિરાશાજનક બની હતી. કારણ કે તે સામાન્ય રીતે આવી પરિસ્થિતિઓમાં આસાનીથી સામનો થઈ શકતો નથી.
જ્યારે સચિન તેંડુલકર જેવા દિગ્ગજ બેટ્સમેનને વારંવાર આઉટ કરવાથી કોલિન્સનો આત્મવિશ્વાસ વધ્યો હતો, ત્યારે તેંડુલકર માટે પરિસ્થિતિ નિરાશાજનક બની હતી. કારણ કે તે સામાન્ય રીતે આવી પરિસ્થિતિઓમાં આસાનીથી સામનો થઈ શકતો નથી. જોકે આ વચ્ચે સચિન માટે તેણે કરેલું આ કામ યાદગાર હતું.