Champions Trophy 2025: શું ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે ? જય શાહે આપ્યો જવાબ

IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જશે કે નહીં, BCCIના સચિવ જય શાહે આ સવાલનો જવાબ આપી દીધો છે.

Champions Trophy 2025 IND VS PAK: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પરંતુ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાના મૂડમાં નથી. આ અંગે અત્યાર સુધી ઘણા પ્રકારના સમાચાર સામે આવ્યા છે. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે પ્રતિક્રિયા આપી છે. જય શાહે જણાવ્યું કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડેલ હેઠળ યોજાઈ શકે છે.

BCCIના સચિવ જય શાહે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર પ્રતિક્રિયા આપી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ તેમણે કહ્યું, “હાલમાં કોઈ પ્રકારનું સ્ટેન્ડ લેવામાં આવ્યું નથી. પરંતુ જ્યારે સમય આવશે ત્યારે નક્કી કરી લેવામાં આવશે.” ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની શક્યતા ઓછી છે. ભારતીય ટીમ એશિયા કપ માટે પણ પાકિસ્તાન ગઈ નહોતી. તેણે તેના બધા મેચ શ્રીલંકામાં રમ્યા હતા. ગત વખતે એશિયા કપનું આયોજન હાઈબ્રિડ મોડેલ હેઠળ થયું હતું.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સીરીઝ રમાવાની છે. ત્યારબાદ T20 સીરીઝનું આયોજન થશે. જય શાહે આ સીરીઝ વિશે કહ્યું કે અમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સીરીઝ હશે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને કારણે સીરીઝ પર અસર નહીં પડે. ત્યાં સરકાર બની ચૂકી છે.

જણાવી દઈએ કે ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બર અને બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી રમાશે. ત્યારબાદ ત્રણ મેચની T20 સીરીઝ યોજાશે. તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબર, બીજી મેચ 9 ઓક્ટોબર અને ત્રીજી મેચ 12 ઓક્ટોબરે રમાશે. મહત્વપૂર્ણ વાત એ છે કે T20 સીરીઝની પ્રથમ મેચનું સ્થળ બદલાઈ ગયું છે. પહેલા આ મુકાબલો ધર્મશાલામાં રમાવાનો હતો. પરંતુ હવે તે ગ્વાલિયરમાં યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *