IPL 2025માં CSK આ 6 ખેલાડીને કરશે રિટેન, ધોનીનું શું? લિસ્ટમાં ચોંકાવનારા નામ

IPLના મેગા ઓક્શન પહેલા તમામની નજર દરેક ટીમના રિટેન કરાયેલા ખેલાડીઓ પર છે. ચેન્નઈ માટે આ વખતે આ કામ સરળ નહીં હોય. ટીમ મેનેજમેન્ટે હવે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરવાની રહેશે. એવામાં તેઓ આ વખતે ઘણા આકરા નિર્ણય લઈ શકે છે.

IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું હતું. ટીમ લીગની શરૂઆતની મેચોમાં ટોપ 4માં રહી, પરંતુ પ્લેઓફમાં સ્થાન મેળવવાથી ચૂકી ગઈ. હવે ટીમે આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPL 2025 પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. એવામાં ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની ટીમમાંથી ઘણા ખેલાડીઓને બહાર કરવા પડશે. વર્તમાન નિયમો અનુસાર કોઈપણ ટીમ માત્ર 4 ખેલાડીઓને જ રિટેન કરી શકે છે.

જો કે, આ સંખ્યા વધારવા પર બીસીસીઆઈ અને આઈપીએલની ટીમો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને માનવામાં આવે છે કે ટીમોને વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય રાઈટ ટુ મેચ (RTM) નો વિકલ્પ પણ મળી શકે છે. આરટીએમ કોર્ડનો ઉપયોગ ઓક્શન દરમિયાન થાય છે.

ધોનીને લઈને અટકળો જોર પર

ચેન્નઈના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિને લઈને અટકળો ચાલી રહી છે, જેણે ચાહકો અને નિષ્ણાતોના મનમાં ઘણા સવાલો ઉભા કર્યા છે. જોકે, CSK ટીમ કોઈપણ કિંમતે ધોનીને પોતાની સાથે રાખવા માંગે છે. તેમના સિવાય, CSK પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે જેઓ ટીમના પિલ્લર્સ છે અને તેમને આગામી સિઝન માટે રિટેન કરવામાં આવી શકે છે. જો IPL ટીમોને 6 વિકલ્પ આપવામાં આવ્યા તો ચેન્નઈની ટીમ આ ખેલાડીઓને રિટેન કરી શકે છે.

ધોની બાદ કેપ્ટનશિપની જવાબદારી સંભાળનાર ઋતુરાજ ગાયકવાડે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ટીમ માટે સૌથી મહત્ત્વપૂર્ણ બેટ્સમેનોમાંનો એક છે અને તેને રિટેન કરી રાખવો ખૂબ જ જરૂરી છે. રૂતુરાજે IPLની 66 મેચમાં 2380 રન બનાવ્યા છે. તેણે 41.75ની એવરેજ અને 136.86ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. ઋતુરાજના નામે પણ 2 સદી પણ છે.

રવિન્દ્ર જાડેજા ચેન્નઈ ટીમના સૌથી મહત્ત્વપૂર્ણ પ્લેયર્સમાંથી એક છે. તે માત્ર એક ઉત્તમ ઓલરાઉન્ડર જ નથી પરંતુ તે ટીમના લીડરશિપ ગ્રુપનો પણ એક ભાગ છે. તેની ઓલરાઉન્ડ ક્ષમતા તેને CSK માટે એક ખૂબ જ જરૂરી ખેલાડી બનાવે છે. IPLમાં તેના નામે 240 મેચમાં 2959 રન છે. તેણે 160 વિકેટ પણ લીધી છે.

પોતાની દમદાર બેટિંગ માટે પ્રખ્યાત શિવમ દુબેએ CSK તરફથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તે એક શક્તિશાળી બેટ્સમેન છે અને ટીમના મિડલ ઓર્ડરને મજબૂત કરે છે. શિવમે IPL 2024માં ઘણી સિક્સરો ફટકારી હતી. ચેન્નઈની ટીમ તેને કોઈપણ ભોગે રિટેન કરવા માંગશે. શિવમ આઈપીએલમાં અત્યાર સુધીમાં 65 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 30.04ની એવરેજ અને 146.68ની સ્ટ્રાઈક રેટથી 1502 રન બનાવ્યા છે. તેના નામે 101 સિક્સર પણ છે. શિવમે 5 વિકેટ લીધી છે.

શ્રીલંકાના મથિશા પાથિરાના યુવા અને પ્રતિભાશાળી બોલર છે. તેણે CSK માટે ઘણી મહત્ત્વની વિકેટ લીધી છે અને ટીમના બોલિંગ આક્રમણને મજબૂત બનાવ્યું છે. તેનું એક્શન મહાન બોલર લસિથ મલિંગા જેવું છે. પાથિરાના પર ધોનીને ઘણો વિશ્વાસ છે. સીએસકેમાં આવ્યા પછી જ તેની કારકિર્દીને ઉડાન મળી છે. પાથિરાનાએ આઈપીએલની 20 મેચમાં 34 વિકેટ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *