કેએલ રાહુલના નામે છે ગાભા કાઢી નાખે તેવો‌ રેકોર્ડ , જે આજ સુધી કોઈ ભારતીય નથી તોડી શક્યો

KL Rahul Record: ટીમ ઈન્ડિયાના મહાન બેટ્સમેનોમાંના એક કેએલ રાહુલના નામે વધારે રેકોર્ડ નથી. પરંતુ એક એવો રેકોર્ડ છે જે ભારતીય ટીમ વતી માત્ર કેએલ રાહુલ જ કરી શક્યો છે.

રસપ્રદ વાત એ છે કે રાહુલ પહેલા કે પછી કોઈ પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યું નથી.

કેએલ રાહુલે 2016માં ઝિમ્બાબ્વે સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચ હરારેમાં રમાઈ હતી. આ મેચમાં કેએલ રાહુલે 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે એકમાત્ર ભારતીય બેટ્સમેન છે જેણે પોતાની ODI ડેબ્યૂમાં સદી ફટકારી છે.

ઝિમ્બાબ્વે સામે રમાયેલી આ મેચમાં કેએલ રાહુલ કરુણ નાયર સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. કરુણ નાયર 7 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેએલ રાહુલે અંબાતી રાયડુ સાથે મળીને ભારતને 9 વિકેટે જીત અપાવી હતી.

કેએલ રાહુલે ભારત માટે અત્યાર સુધી 77 વનડે મેચ રમી છે. આમાં તેના નામે 2851 રન છે. અત્યાર સુધી તે વનડેમાં 7 સદી અને 18 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. તેની એવરેજ 50થી થોડી ઓછી છે અને તે 139.12ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. જોકે, તે અત્યારે કંઈ ખાસ ફોર્મમાં નથી.

જો ટેસ્ટની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 50 ટેસ્ટમાં 2863 રન બનાવ્યા છે. અહીં તેના નામે 8 સદી અને 14 અડધી સદી છે.

T20 ઈન્ટરનેશનલમાં રાહુલે અત્યાર સુધી 72 મેચ રમીને 2265 રન બનાવ્યા છે. અહીં તેણે બે સદી અને 22 અડધી સદી ફટકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *