ક્રિકેટ ના અત્યાર સુધી ના સૌથી મોટા 3 અલગ જ રેકોર્ડ, જેને તોડવા નાની મા ના ખેલ નથી
સ્પોર્ટ્સ વર્લ્ડમાં અમુક રેકોર્ડ એવા હોય છે જે અનબ્રેકેબલ હોય છે. આજે આવા જ ક્રિકેટના ત્રણ રેકોર્ડની વાત કરીશું જે કોઈ તોડી શકતી નથી. અને તે રેકોર્ડ તોડવા પણ લગભગ અશક્ય છે.
1. અનબ્રેકેબલ રેકોર્ડ
આમ તો ક્રિકેટની દુનિયામાં કહેવાય છે કે, દરેક રેકોર્ડ તુટવા માટે જ બને છે. પરંતુ ક્રિકેટ ઇતિહાસમાં ત્રણ રેકોર્ડ એવા છે જેને તોડવા લગભગ ઈમ્પોસિબલ છે. જેમાં એક બોલમા સૌથી વધુ રન, એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટ અને ઉપરા ઉપર ચાર ડબલ સેન્ચુરીનો રેકોર્ડ સામેલ છે. આવો જાણીએ તે અનબ્રેકેબલ રેકોર્ડ વિશે.
2. એક ટેસ્ટ ઇનિંગમાં 10 વિકેટ
અનિલ કુંબલેએ એક ટેસ્ટ ઇનિંગમાં 10 વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ સિવાય ઇંગ્લેન્ડના જિમ લેકર અને ન્યૂજીલેન્ડના સ્પિનર એઝાઝ પટેલે પણ આ કમાલ કરીને બતાવ્યો છે. એક ઇનિંગમાં 10 વિકેટના રેકોર્ડની બરાબરી થઇ શકે છે પણ તે તૂટી શકે તેમ નથી.
3. એક બોલમાં 286 રન
15મી જાન્યુઆરી વર્ષ 1894ના રોજ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સ્ક્રેચ XI અને વિક્ટોરિયાની ટીમ વચ્ચે એક મેચ રમાઇ હતી. આ મેચમાં વિક્ટોરિયાના બેટ્સમેને એક બોલમા 286 રન કર્યા હતા. આ મેચની પ્રથમ બોલમાં બેટ્સમેને એવો શોટ માર્યો હતો કે, બોલ એક ઝાડ પર જઈને ફસાઈ ગયો હતો. બોલ પરત આવ્યો ત્યાં સુધી બેટ્સમેન 286 રન દોડી ચૂક્યા હતા.
4. ચાર ઈનિંગમાં ચાર ડબલ સેન્ચુરી
દુનિયામાં ભારતના સુનીલ ગવાસ્કર એવા એક માત્ર બેટ્સમેન છે જેમને ચાર ઈનિંગમાં ચાર ડબલ સેન્ચુરી ફટકારી હોય. તેમનો આ રેકોર્ડ 41 વર્ષ સુધી કોઈ તોડી શક્યું નથી. જેમાં તેમને પ્રથમ ઈનિંગમાં 205, બીજી ઈનિંગમાં 236, ત્રીજી ઈનિંગમાં 220 અને ચોથી ઈનિંગમાં 221 રન કર્યા હતા. જેમાં આગળની ત્રણ ડબલ સેન્ચુરી વેસ્ટ ઈન્ડિઝ સામે અને ચોથી ડબલ સેન્ચુરી ઇંગ્લેંડ સામે ફટકારી હતી.