રાહુલ દ્રવિડ ના પુત્ર ની બેટિંગ જોઇ ને દિવાના થઈ જશો, રાહુલ દ્રવિડ કરતા છે અલગ જ
રાહુલ દ્રવિડ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન પરંપરાગત શૈલીમાં રમવા માટે જાણીતો હતો અને ગેપમાં શોટ રમીને ચોગ્ગા ફટકારવા માટે ફેમસ હતો, જ્યારે તેમનો પુત્ર સમિત પિતાની શૈલીથી અલગ આક્રમક બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે અને તેની ઝલક પણ હાલ મેદાનમાં જોવા મળી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડ હાલમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેમણે કોચનું પદ છોડી દીધું હતું. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે તે IPLની કોઈપણ ફ્રેન્ચાઈઝીની જવાબદારી સંભાળી શકે છે. હવે આવું થશે કે નહીં તે તો આવનારા અઠવાડિયામાં જ ખબર પડશે પણ એ ચોક્કસ છે કે અત્યારે દ્રવિડ તેના પુત્રને ડોમેસ્ટિક લેવલ પર રમતા જોઈને ખુશ હશે.
રાહુલ દ્રવિડનો મોટો પુત્ર સમિત આ દિવસોમાં એક T20 ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે, જ્યાં તેણે પોતાના બેટથી વધારે રન નથી બનાવ્યા પરંતુ એક શોટએ બધાને ચોંકાવી દીધા છે. આ એક એવો શોટ છે જે તેના પિતા રાહુલ દ્રવિડની રમવાની શૈલીથી સંપૂર્ણપણે અલગ છે.
એક શોટથી બધાનું ધ્યાન ખેંચ્યું
આ દિવસોમાં સમિત દ્રવિડ કર્ણાટક ક્રિકેટ એસોસિએશનની T20 ટૂર્નામેન્ટ મહારાજા T20 લીગમાં ભાગ લઈ રહ્યો છે. આમાં તે મૈસુર વોરિયર્સ તરફથી રમી રહ્યો છે. જો કે આ ટૂર્નામેન્ટ અત્યાર સુધી તેના માટે સારી સાબિત નથી થઈ, પરંતુ તેના એક શોટથી તેણે બધાનું ધ્યાન ખેંચ્યું. આ એવો શોટ હતો જેમાં આજના યુગની નિર્ભયતા તો હતી જ પણ સાથે સાથે પરંપરાગત ક્રિકેટરની સ્ટાઈલ પણ હતી અને હાલમાં તે સોશિયલ મીડિયા પર હિટ બની ગયો છે.
સમિતનો શાનદાર શોટ
18 વર્ષના સમિત દ્રવિડનો આ શોટ બેંગલુરુ બ્લાસ્ટર્સ સામે આવ્યો હતો. બેંગલુરુમાં શુક્રવારે 16 ઓગસ્ટે રમાયેલી આ મેચમાં મૈસુરે પ્રથમ બેટિંગ કરી હતી. આ દરમિયાન ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા સમિતની શરૂઆત ધીમી રહી હતી અને તે 5 બોલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો. જેમાં સળંગ 3 બોલ ખાલી રહ્યા હતા. સમિત આગલા બોલ પર સ્કોરને સેટલ કરવા માટે મક્કમ હતો અને ગણેશ્વર નવીનના બોલને હવામાં ઉંચો ફટકાર્યો અને બોલ સ્ટેડિયમની સીટો વચ્ચે સીધો બાઉન્ડ્રી બહાર પડ્યો.
સમિત તેના પિતા રાહુલ દ્રવિડથી અલગ છે
સમિતના આ છગ્ગાએ બધાને ચોંકાવી દીધા કારણ કે તેના પિતા રાહુલ દ્રવિડની છબી આજે પણ ક્રિકેટ ચાહકોના મનમાં છે, જેઓ ગ્રાઉન્ડેડ શોટ રમીને ચોગ્ગા ફટકારતા હતા. આવી સ્થિતિમાં, બધાને એવું હતું કે કદાચ તેમનો પુત્ર પણ આવા શોટ રમશે, પરંતુ સમિતે સાબિત કરી બતાવ્યું છે કે તે તેના પિતાથી અલગ છે અને આજના યુગ મુજબ મોટા શોટ કેવી રીતે રમી શકાય તે જાણે છે. જો કે તેની ઈનિંગ વધુ ટકી ન હતી અને તે માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો હતો પરંતુ આ એક શોટ તેની પ્રતિભાની ઝલક દર્શાવે છે.