PBKS ના માલિકો વચ્ચે થયો‌ ડખો,પ્રીતિ ઝિન્ટા‌ પોતાની જ‌ ટીમ ના પાર્ટનર સામે કેસ કરી ને પહોંચી કોર્ટ મા…

Preity zinta: IPL માં Punjab Kings ( PBKS ) ની સહમાલિક અને બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ( Preity zinta ) હવે ફિલ્મોમાં ખૂબ ઓછી જોવા મળે છે. પણ તેમ છતાં IPL ટીમમાં ભાગીદારીના કારણે સમાચારોમાં નિયમિત રીતે રહે છે. પ્રીતિ ઝિન્ટા ફરીથી એકવાર પંજાબ કિંગ્સના કારણે સમાચારોમાં આવી છે. કારણ કે તે પોતાની જ ટીમના એક સહમાલિકના એક નિર્ણય વિરુદ્ધ ચંડીગઢ હાઇકોર્ટ સુધી પહોંચી ગઈ છે.

શું છે મામલો?

દેખીતી રીતે કોઈપણ IPL ટીમના કોઈ એક માલિક તો હોતા નથી. એક કરતાં વધારે માલિકો અને એક કંપનીની જેમ તેનું પણ એક બોર્ડ હોય છે. આ બોર્ડના નિયમોનું પાલન પણ તમામ માલિકોએ કરવાનું હોય છે. IPL ટીમ પંજાબ કિંગ્સમાં બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા 23 ટકા ભાગીદારી ધરાવે છે. આ સિવાય નેસ વાડિયા પણ 23 ટકા ભાગીદારી ધરાવે છે. ફ્રેન્ચાઇઝીમાં મોહિત બર્મન 48% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર મોહિત બર્મને પોતાના શેર્સમાંથી 11.5% શેર્સ વેચવા કાઢ્યા છે

પ્રીતિ ઝિન્ટાએ આ બાબત સામે વાંધો ઉઠાવ્યો છે. કારણ કે નિયમાનુસાર કોઈ થર્ડ પાર્ટીને હિસ્સેદારી વેચતા પહેલા માલિકે સહ માલિકોને એ ખરીદવાની તક આપવી પડતી હોય છે. જો તમામ સહ માલિકો ખરીદીમાં અનિચ્છા દર્શાવે તો જ કોઈ અન્ય પાર્ટીને હિસ્સો વેચી શકાય છે. આ મામલે પ્રીતિ ઝિન્ટાએ ચંડીગઢ હાઇકોર્ટમાં અપીલ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

પ્રીતિના પક્ષની અરજી

પ્રીતિના પક્ષનું એવું કહેવાનું થાય છે કે, ‘બર્મન અંદાજે 48 ટકા જેટલી ભાગીદારી શેરહોલ્ડિંગ્સમાં ધરાવે છે. તે બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે.’ તેણીએ આર્બીટ્રેશન એન્ડ કોન્સિલીશન એકટ – 1996ના સેકશન 9 પ્રમાણે વચગાળાના પગલાં લઈ બંને પક્ષો વચ્ચેના મતભેદ દૂર કરવા માટેની અરજી ચંડીગઢ હાઇકોર્ટમાં કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *