બુલેટ ની ગતિ એ બોલિંગ કરતો આ ખેલાડી ને ટીમ ઇન્ડિયામાં લેવા માટે શું કહ્યું BCCI એ..
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું, હું તમને મયંક યાદવ પર અત્યારે જવાબ નહીં આપી શકું. તેની કોઈ ગેરંટી નથી કે, તે ટીમમાં હશે કે નહીં.
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમશે. ત્યારબાદ ઓક્ટોબરમાં ટી20 સિરીઝમાં ભાગ લેશે. આ માટે હજુ સુધી ટીમની જાહેરાત નથી થઈ. ત્યારે જોવું રહ્યું કે, ક્યાં ક્યાં ખેલાડીને અહીં તક મળશે.
આ વચ્ચે બીસીસીઆઈના સચિવ જય શાહને પૂછવામાં આવ્યું કે, મયંક યાદવને ટી20 સિરીઝમાં તક મળશે. જેને લઈને જય શાહે રિપ્લાય આપતા કહ્યું કે, તેની કોઈ ગેરંટી નથી કે, ટીમમાં હશે કે નહીં.
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું, હું તમને મયંક યાદવ પર અત્યારે જવાબ નહીં આપી શકું. તેની કોઈ ગેરંટી નથી કે, તે ટીમમાં હશે કે નહીં. પરંતુ હા તે હકીકતમાં એક સારો બોલર છે. અમે તેના પર નજર રાખી રહ્યાં છે. તે હજુ એનસીએમાં છે. જણાવી દઈએ કે, મયંકે આઈપીએલમાં લખનઉ સુપરજાયન્ટ્સ માટે શાનદાર બોલિંગ કરી હતી.
21 વર્ષીય ફાસ્ટ બોલર મયંક યાદવે 30 માર્ચે એલએસજી તરફથી આઈપીએલમાં પોતાની પહેલી મેચ રમી. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. મયંકે 155 કિમી પ્રતિ કલાકની સ્પીડે બોલિંગ કરી. તે આ ગતિથી સતત બોલિંગ કરતો રહ્યો. મયંક આઈપીએલ ઇતિહાસમાં પહેલો એવો બોલર બન્યો જેણે પોતાની શરૂઆતની બંને મેચમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પોતાના નામે કર્યો. જોકે ત્યાર બાદ તે ઇજાગ્રસ્ત થતા તેને વધુ તક મળી નહીં.
મયંકે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે કુલ 41 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ તે ઇજાગ્રસ્ત થયો હતો. પોતાની ત્રીજી મેચમાં તે માત્ર એક ઓવર ફેંકી શક્યો. ત્યાર બાદ તે 5 મેચ માટે બહાર થઈ ગયો. મયંકે ઈજાથી ઉગરી વાપસી કરી પણ તે બીજીવાર ઈજાગ્રસ્ત થઈ ગયો.