155 ની સ્પીડે બંધુક ની ગોળી ની જેમ બોલિંગ કરતા ટીમ ઇન્ડિયાના માથાભારે બોલર ધ્રૂજે છે સારા સારા બેટ્સમેન

ટીમ ઇન્ડિયા પાસે આમ તો ઘણાં ખૂંખાર બોલર્સ છે, પરંતુ એક નામ એવું છે, જેણે ભારતીય ક્રિકેટને ભારે રોમાંચક બનાવી દીધી છે. તેની ફાસ્ટ બોલિંગ ક્રિકેટજગતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેની ફાસ્ટ બોલિંગ એવું હથિયાર છે જેની સામે સારા સારા બેટ્સમેન ધરાશાયી થઈ જાય છે.

ભારતીય ક્રિકેટમાં ઘણાં એવા બોલર્સ છે, જે સામે આવતા જ સારા સારા બેટ્સમેન ધ્રૂજી જાય છે. જો ભારતના ટોપ ફાસ્ટ બોલરની યાદી જોવામાં આવે તો માત્ર 3 એવા બોલર છે જેણે 155 કિમી પ્રતિ કલાકથી વધુની સ્પીડ પાર કરી છે. તેમાં જવાગલ શ્રીનાથ, ઉમરાન મલિક અને મયંક યાદવનું નામ સામેલ છે. તેમાંથી જવાગલ શ્રીનાથ તો પહેલાથી સંન્યાસ લઈ ચૂક્યા છે. મંયક યાદવનો 155 પાર વાળો બોલ આઈપીએલમાં આવ્યો હતો. ઉમરાન મલિક જ એવો ક્રિકેટર છે, જેણે આ કમાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરી બતાવી છે અને હજુ પણ તે રમી રહ્યો છે. જોકે તેને લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી નથી. આવો ઉમરાન મલિકના કરિયર પર નજર કરીએ અને જોઈએ કેવી રીતે તે રફ્તારનો રાજા બન્યો.

મોટા મોટા ક્રિકેટ એક્સપર્ટને ક્લિન બોલ્ડ કર્યા

જમ્મુ કાશ્મીરના ઉમરાન મલિકે વર્ષ 2022માં આયર્લેન્ડ સામે પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતુ. ઉમરાન મલિક એક સમયે આખી દુનિયાના બેટ્સમેનો માટે જોખમી બોલર મનવામાં આવતો હતો. સતત 150 કિમીથી વધુ સ્પીડથી બોલિંગ કરવાની ક્ષમતા ધરાવતા ઉમરાન છેલ્લે ગત વર્ષે જુલાઈમાં વેસ્ટઇન્ડીઝ સામે વનડે રમ્યો હતો. આ તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ હતી. પરંતુ ખૂબ ઓછા સમયમાં તે મોટા મોટા ક્રિકેટ એક્સપર્ટ્સને ક્લિન બોલ્ડ કરી ચૂક્યો છે.

હવે ટીમ ઇન્ડિયામાં થશે વાપસી?

લાંબા સમયથી તેને ટીમ ઇન્ડિયામાં જગ્યા આપવામાં આવી નથી, ત્યારે સવાલ એ છે કે, શું તેની ટીમ ઇન્ડિયામાં વાપસી શક્ય છે? IPLમાં પણ તેણે ખળભળાટ મચાવ્યો હતો. પોતાની ફાસ્ટ બોલિંગના જોરે તેણે સારા સારા બેટ્સમેનોને ચોંકાવી દીધા હતા. તેણે આઈપીએલ 2022માં 14 મેચમાં 9.03ની ઇકોનોમીથી 22 વિકેટ ઝડપી હતી. તે આઈપીએલ 2022માં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 5 બોલરમાં સામેલ હતો. આઈપીએલના પ્રદર્શનના જોરે જ તેણે ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી હતી.

જો કે, તે પછીની આઈપીએલમાં તે જોઈએ એવું પ્રદર્શન કરી શક્યો નહીં. આઈપીએલ 2024માં તો તે માત્ર એક જ મેચ રમી શક્યો હતો. ઉમરાન મલિકે ટીમ ઇન્ડિયા માટે કુલ 10 વનડે અને 8 ટી20 મેચ રમી છે. વનડેમાં તેણે 13 અને ટી20 ઇન્ટરનેશનલમાં 11 વિકેટ લીધી છે. હાલ ઉમરાન મલિક પોતાની લય મેળવવા માટે મહેનત કરી રહ્યો છે. ત્યારે હવે તેની વાપસીને લઈને કેટલો સમય લાગશે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *