WTC ના પોઇન્ટ ટેબલ મા જોવો ઇન્ડિયા નું સ્થાન પાકિસ્તાનને પછાડી સાઉથ આફ્રિકા પહોંચ્યું ટોપ ફાઈવ માં ..
સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે અને ભારત, ઓસ્ટ્રેલિયાની સાથે ટોપ-5માં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે અને ભારત, ઓસ્ટ્રેલિયાની સાથે ટોપ-5માં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમે બે મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. સીરિઝની પહેલી મેચ ડ્રો રહ્યા બાદ મુલાકાતી ટીમે બીજી મેચ જીતીને સીરિઝને 1-0થી જીતી લીધી હતી.
આ જીત સાથે સાઉથ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે. દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને પાછળ છોડીને ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની સાથે ટોપ-5માં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
આફ્રિકા હાલમાં WTC પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. તેને 6 મેચ રમી છે, જેમાંથી 2 જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ કારણે તેનું PCT 38.89 છે. જ્યારે પાકિસ્તાનની ટીમ છઠ્ઠા સ્થાને છે, જેને અત્યાર સુધીમાં પાંચ મેચ રમી છે જેમાંથી બેમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તેનું PCT 36.66 છે. પાકિસ્તાને હજુ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ રમવાની છે. જો કે આ સીરિઝ જીતીને પાકિસ્તાની ટીમ ટોપ પર પહોંચી શકે છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમ હજુ પણ નંબર-1 પર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે અને હાલ એવું લાગી રહ્યું છે કે ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
જણાવી દઈએ કે, ભારતીય ટીમ અત્યાર સુધી 2 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમી છે, પરંતુ તે ટાઈટલ જીતી શકી નથી. આવી સ્થિતિમાં, જો ટીમ ઈન્ડિયા આ વખતે ફાઇનલમાં પહોંચે છે, તો ભારતીય ચાહકોને તેમની ટીમ પાસેથી ટ્રોફીની અપેક્ષા હશે.