ઘણા લાંબા સમય થી આરામ બાદ મોહમ્મદ શમી ટીમ ઇન્ડિયા પહેલા આ ટીમમાંથી રમતો જોવા મળશે..
ભારતીય ટીમ મેનેજમેન્ટની પ્રાથમિકતા દેશના ત્રણ પ્રમુખ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ફિટ રાખવાની છે
Mohammed Shami Come Back Update વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પછી ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, મોહમ્મદ શમી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. જો કે, તે પહેલા રણજી ટ્રોફી (Ranji Trophy)માં તેની ડોમેસ્ટિક ટીમ બંગાળ માટે વાપસી કરે તેવી સંભાવના છે.
માહિતા મળી રહી છે કે, મોહમ્મદ શમી 11 ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશ અને 18 ઓક્ટોબરના રોજ બિહાર સામેની શરૂઆતી બે મેચમાંથી કોઈ મેચમાં રમતો જોવા મળી શકે છે. આ બે મેચ વચ્ચે માત્ર બે દિવસનો સમય છે, તેથી એક જ મેચ રમે તેવી સંભાવના છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ 19 ઓક્ટોબરના રોજ બેંગ્લુરુમાં શરૂ થશે, જે બાદ પૂણે (24 ઓક્ટોબર) અને મુંબઈ (1 નવેમ્બર)ના રોજ ટેસ્ટ મેચ રમાશે.
ઓસ્ટ્રેલિયા ટૂર પહેલા મોહમ્મદ શમી ન્યૂઝીલેન્ડ સામે કોઈ મેચમાં રમતો જોવા મળે તેવી સંભાવના છે. ભારતીય ટીમ મેનેજમેન્ટની પ્રાથમિકતા દેશના ત્રણ પ્રમુખ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાઝને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ફિટ રાખવાની છે.