શરૂ થવા જઈ રહ્યો છે ક્રિકેટનો ત્યોહાર ICCએ શેડ્યુલ કર્યું જાહેર, ક્યારે અને ક્યાં રમાશે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ..

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આગામી વર્ષે યોજાનાર આઈસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપની બીજી આવૃતિનું શેડ્યુલ જાહેર કરી દીધું છે. વર્ષની શરૂઆતમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. જેમાં કુલ 16 ટીમો ભાગ લેશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આગામી વર્ષે યોજાનાર આઈસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપની બીજી આવૃતિનું શેડ્યુલ જાહેર કરી દીધું છે. સાઉથ આફ્રિકામાં ગત વર્ષે રમાયેલી પહેલી એડિશનને શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ભારતે જીતીને ઇતિહાસ રચ્યો હતો. 2025માં આ આયોજન મલેશિયામાં કરવામાં આવશે. ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાને ઉતરશે. વર્ષની શરૂઆતમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. જેમાં કુલ 16 ટીમો ભાગ લેશે.

ICC અંડર 19 મહિલા વર્લ્ડ કપની પહેલી એડિશન સફળ રહ્યાં બાદ હવે તેની બીજી એડિશનને લઈને આઈસીસીએ તૈયારી પૂર્ણ કરી લીધી છે. આગામી વર્ષની શરૂઆતમાં 18 જાન્યુઆરીથી ટુર્નામેન્ટની શરૂઆત થશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ 2 ફેબ્રુઆરીના રોજ રમાશે. 16 ટીમો વચ્ચે કુલ 4 મેચ રમાશે. વર્લ્ડ કપમાં સમોઆ દેશની ટીમ પહેલીવાર ભાગ લેતી જોવા મળશે.

ટીમ ઇન્ડિયાનું મેચ શેડ્યુલICC અંડર 19 મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ગ્રુપ Aમાં વેસ્ટઇન્ડીઝ, શ્રીલંકા અને મેજબાન મલેશિયાની ટીમ સાથે રાખવામાં આવી છે. 19 જાન્યુઆરીએ ભારત ટુર્નામેન્ટની શરૂઆત વેસ્ટઇન્ડીઝ સામે કરશે. 21 જાન્યુઆરીએ ભારતની મેચ મલેશિયાની ટીમ સાથે રમાશે. જ્યારે 23 તારીખે ભારતીય ટીમ શ્રલંકા સામે રમવા ઉતરશે.

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપના ગ્રુપ

ગ્રુપ – A: ભારત, વેસ્ટઇન્ડીઝ, શ્રીલંકા, મલેશિયાગ્રુપ – B: ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, આયરલેન્ડ, અમેરિકાગ્રુપ – C: સમોઆ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ક્વોલિફાયર ટીમગ્રુપ – D: ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ અને ક્વોલિફાયર ટીમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *