IPL 2025 માં રિંકુ સિંહ RCB તરફ થી રમતો જોવા મળશે જાણી લો કારણ…

Rinku Singh: ભારતીય ટીમના યુવા બેટર રિંકુ સિંહનું કહેવું છે કે ‘જો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આગામી આઇપીએલના ઓક્શનમાં મને રિલીઝ કરશે તો હું વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે જોડાવા માંગીશ.

રિંકુએ વર્ષ 2018ના આઈપીએલમાં KKRની ટીમથી ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી તે આ ટીમનો ભાગ છે. આઇપીએલ 2023ની સીઝનમાં તેણે ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લા 5 બોલમાં 5 છગ્ગા ફટકારીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ દેખાવના આધારે રિંકુને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું.

એક ઇન્ટરવ્યૂમાં જયારે તેને પૂછવામાં આવ્યું કે, ‘જો KKR આગામી ઓક્શનમાં તમને રિલીઝ કરે, તો તમે ક્યાં જશો?

તેના જવાબમાં રિંકુ સિંહે કહ્યું, ‘હું RCBમાં જવા માંગીશ કારણ કે KKRની ટીમમાં વિરાટ કોહલી છે.’ તો ભારતીય ટીમના નવા T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે સવાલ કરતા તેણે કહ્યું કે, ‘તે ખૂબ જ સારો કેપ્ટન છે. હું રોહિત ભાઈના નેતૃત્વમાં રમ્યો છું. તે ખૂબ જ શાંત છે અને વધુ બોલતા નથી. તે ખૂબ જ સારા કેપ્ટન છે.

T20 વર્લ્ડકપ 2024માં રિંકુ સિંહ ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે ભાગ લીધો હતો. તે આખી ટુર્નામેન્ટ દરમિયાન ટીમ સાથે રહ્યો. જો કે તે પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન પાકું કરી શક્યો ન હતો. આ પછી તેણે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 સીરિઝમાં ભાગ લીધો હતો. તેણે છેલ્લે શ્રીલંકા સામેની T20 સીરિઝમાં ભાગ લીધો હતો. હવે રિંકુ UP T20 લીગમાં રમતો જોવા મળી શકે છે, જ્યાં તે મેરઠ મેવેરિક્સનું નેતૃત્વ કરશે. આ ટુર્નામેન્ટ 25મી ઓગસ્ટથી શરૂ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *