આ ક્રિકેટરને હજુ પણ નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન પરંતુ આ વ્યક્તિ જ કરશે વિકેટકીપિંગ જાણો કોણ છે તે..
વાસિતનું કહેવું છે કે, ઈશાન માટે નજીકના ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં વાપસીના કોઈ ચાન્સ નથી. ડાબા હાથના બેટ્સમેન અને વિકેટકીપરથી ભારતીય સિલેક્ટર્સ હાલ નારાજ છે.
નવી દિલ્હી: પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર વાસિત અલીએ ઈશાન કિશનની ટીમમાં વાપસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાસિતનું કહેવું છે કે, ઈશાન માટે નજીકના ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં વાપસીના કોઈ ચાન્સ નથી. ડાબા હાથના બેટ્સમેન અને વિકેટકીપરથી ભારતીય સિલેક્ટર્સ હાલ નારાજ છે.
ટીમ ઇન્ડીયામાં વાપસી માટે ઈશાન બૂચી બાબુ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. ઈશાને આ ટુર્નામેન્ટમાં સદી ફટકારીને વાપસી કરી છે. સદીની સાથે શાનદાર શરૂઆત કરવા છતાં ઈશાનને ટીમ ઇન્ડિયામાં વાપસી કરવામાં મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે.
વાસિત અલીએ પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સુધી ઈશાન કિશનની ટીમ ઇન્ડિયામાં વાપસી શક્ય નથી. વાસિતે કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ તેને જગ્યા મળી શકશે નહીં. તેથી હવે આ બેટ્સમેને નેશનલ ટીમમાં વાપસીના બદલે આઈપીએલ પર ફોકસ કરવું જોઈએ.
વાસિત અલીએ કહ્યું, “ઈશાન કિશને હવે આઈપીએલ પર ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે, ઓસ્ટ્રેલિયા સિરીઝ સુધી તેની પાસે ભારતીય ટીમમાં વાપસીની કોઈ તક નથી. હકીકતમાં ચેમ્પિયન્સ ટ્રોફી સુધી કોઈ મોકો નથી. પછી શું થાય છે તે જોઈએ.” ઈશાન રણજી ટ્રોફી સિઝનમાં રમવાની આશા સેવી રહ્યો છે. ઈશાને છેલ્લે 2022માં ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તે 2023માં રણજી ટ્રોફીથી દુર રહ્યો હતો.
ઈશાન કિશન 2024માં ડોમેસ્ટિક ક્રિકેટથી દૂર છે. ત્યાર બાદ બીસીસીઆઈએ તેને વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો હતો. આ પહેલા કહેવામાં આવ્યું હતુ કે, સિલેક્ટર્સ ઇચ્છે છે કે, ઈશાનને ભારતીય ટીમમાં વાપસી કરવી હોય તો, તેને પહેલા ઘરેલું રેડ બોલ ક્રિકેટ રમવું પડશે.