રિષભ પંત ને દિલ્હી કરશે રિલીશ અને તે જોડાશે આ ટીમમાં પંત નો આ લુક થયો વાયરલ..
રિષભ પંતે તેના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કરતા જ ફેન્સમાં તેની IPL 2025માં ભૂમિકાને લઈને અટકળો ચાલી રહી છે. રિષભની પોસ્ટ બાદ ફેન્સમાં અટકળો ચાલી રહી છે કે તે આગામી IPLમાં ટીમ CSKમાં રમતો જોવા મળી શકે છે. જાણો શું છે સમગ્ર મામલો.
ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમને રિષભ પંતે તેના ભયાનક અકસ્માત બાદ T20 વર્લ્ડ કપ 2024થી વાપસી કરી હતી. તેમજ તેણે વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે તાજેતરમાં રિષભ પંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેને લઈને હાલ ફેન્સમાં અટકળો ચાલી રહી છે શું રિષભ પંત IPL 2025માં CSKમાં રમતો જોવા મળશે?
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંત મેદાન પર તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તે મેદાનની બહાર પોતાના કુલ અને મસ્તીવાળા અંદાજથી દરેકનું દિલ જીતી લે છે. ત્યારે પંતે હાલ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને મહેફિલ લૂંટી છે. પંત દ્વારા શેર કરેલ આ પોસ્ટમાં તેણે સાઉથ ઇન્ડસ્ટ્રીના ગોડ ફાધરનો પોઝ આપ્યો છે.
ભારતના સ્ટાર બેટ્સમેન રિષભ પંતે રજનીકાંતની કબાલી ફિલ્મમાંથી આઇકોનિક થલાઇવા પોઝને રિક્રિએટ કરતી એક ખાસ પોસ્ટ શેર કરી છે. પંતે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
પંત દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં એક તરફ તે પોતે બેઠો છે અને બીજી તરફ સાઉથ ઈન્ડસ્ટ્રીના ગોડ ફાધર સુપરસ્ટાર રજનીકાંત છે. પંત ‘થલાઈવા’ જેવા પોઝમાં ફોટો શેર કરીને સૌના દિલ જીતી લીધા છે.
પંતની પોસ્ટ જોઈને ફેન્સને પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની યાદ આવી ગયો છે. કારણ કે ધોનીએ પણ વર્ષ 2016માં રજનીકાંતના આ આઇકોનિક પોઝમાં ફોટોશૂટ કરાવ્યું હતું અને એક સ્ટેટસ પણ પોસ્ટ કર્યું હતું.
ત્યારે હવે ફેન્સ પંતની પોસ્ટ પર કોમેન્ટ્સ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે ભાઈ, તમે CSKમાં આવો છો? તો કેટલાક યુઝર્સે તો કમેન્ટ્સમાં લખ્યું છે કે હવે પંત CSKમાં રમતો જોવા મળશે. તો કેટલાક યુઝર્સ કહી રહ્યા છે શું રિષભ પંત હવે ધોનીનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે રિષભ પંત IPLમાં દિલ્હી કેપિટલમાં રમી રહ્યો છે.