ICC નવા અધ્યક્ષ ની રેસમાં જય શાહ નું કેટલામું છે નામ, શું ઇતિહાસ રચી ને જય શાહ બનશે icc ના યુવા ચેરમેન..

Jay Shah ICC New Chairman: ક્રિકેટ પરિષદ (ICC) ના નવા અધ્યક્ષ બની શકે છે. આ સાથે જ તેઓ ICC ઈતિહાસના સૌથી યુવાન અધ્યક્ષ તરીકેનો રેકોર્ડ તોડશે.

Jay Shah ICC New Chairman: હાલના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે નવા અધ્યક્ષ કોણ બનશે તેને લઈને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. જેમાં BCCIના સચિવ જય શાહનું નામ સામે આવી રહ્યું છે.

સૌથી યુવા ICC અધ્યક્ષ બનશે જય શાહ

NDTVના અહેવાલ અનુસાર જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના નવા અધ્યક્ષ બની શકે છે. તેમને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનું સમર્થન મળ્યું છે. જો આવું બનશે તો જય શાહ ICCના ઈતિહાસમાં સૌથી ઓછી ઉંમરના અધ્યક્ષ બનશે. ICC એ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ જણાવ્યું છે કે તેઓ ત્રીજા કાર્યકાળ માટે નામાંકન નહિ ભરે. નવેમ્બરમાં પોતાના કાર્યકાળની સમાપ્તિ સાથે તેઓ આ પદ છોડી દેશે.

ICC અધ્યક્ષ બનવા માટેના નિયમો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ માટે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે. જો એક થી વધારે ઉમેદવારો દાવેદારી નોંધાવશે તો ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે 16 મત હોય છે. જેમાં બહુમતી માટે 9 મત જરુરી છે. જય શાહને 16 વોટિંગ સભ્યો સાથે સારા સંબંધો છે. એટલે તેમની અધ્યક્ષ બનવાની સંભાવના વધારે છે. ICC અધ્યક્ષ બે બે વર્ષની ત્રણ મુદ્દત માટે પદ પર રહી શકે છે.

કુલિંગ ઓફ પીરિયડ પ્રમાણે જય શાહને ઓક્ટોબર 2025થી ત્રણ વર્ષનો ફરજિયાત બ્રેક – કૂલિંગ ઓફ પીરિયડ લેવો પડશે. જો કે BCCI મુજબ એક પદાધિકારી ત્રણ વર્ષના કુલિંગ ઓફ પીરિયડ પહેલા છ વર્ષ સુધી હોદ્દો સંભાળી શકે છે. BCCI પદ પર જય શાહને પોતાના કાર્યકાળ તરીકે એક વર્ષ બાકી છે જો તેઓ કુલિંગ ઓફ પીરિયડ પહેલા ICCમાં જવાનું નક્કી કરે છે તો તેમની પાસે BCCIમાં ચાર વર્ષ બાકી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *