COOL રોહિત શર્મા ને આટલા ગુસ્સે નય જોયા હોય જાણો કેમ કર્યો આટલો ગુસ્સો..
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને આટલો ગુસ્સો કેમ આવે છે આ સવાલ ફેન્સના મનમાં વારંવાર ઉઠે છે. જ્યારે આ જ સવાલ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર મોહમ્મદ શમીને પૂછવામાં આવ્યો તો તેણે તેનું કારણ જણાવ્યું, જેને શ્રેયસ અય્યરે પણ સમર્થન આપ્યું.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા તેની રમત અને શાનદાર નેતૃત્વ તેમજ મેદાન પર તેના ગુસ્સા માટે જાણીતો છે. ઘણી વખત આવા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવે છે. ત્યારે રોહિત શર્માના ગુસ્સાને લઈને ફેન્સ અલગ-અલગ અભિપ્રાય આપતા જોવા મળે છે.
આ દરમિયાન જ્યારે રોહિત શર્માના સાથી અને ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર મોહમ્મદ શમીને આ સવાલનો જવાબ પૂછવામાં આવ્યો તો તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું, જે લોકોને ખૂબ પસંદ આવ્યું.
મોહમ્મદ શમીએ શું કહ્યું?
CEAT દ્વારા આયોજિત સન્માન સમારોહમાં ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ રોહિત શર્મા વિશે મોટો ખુલાસો કર્યો છે. મેદાન પર કેપ્ટનના ગુસ્સા અને પ્રતિક્રિયા અંગે મોહમ્મદ શમીએ કહ્યું, ‘સૌથી પહેલા મને રોહિત શર્માનું આ કામ ગમે છે કે તે બોલિંગ કરતી વખતે તમને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. તે પછી, જો તમે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી, તો તેના પર રોહિતની પ્રતિક્રિયા જોવા મળે છે. તેમ છતાં તે સમજાવે છે કે અમારે શું ટ્રાય કરવું જોઈએ અને જો આ પછી પણ આપણું પ્રદર્શન સુધરતું નથી, તો પછી તમે ટીવી સ્ક્રીન પર રિએક્શન (ગુસ્સો થતા) જુઓ છો અને રોહિતના કહ્યા વિના સમજ આવે છે અમે સમજી જઈએ તેની પ્રતિક્રિયા જે સામે આવે છે.
શ્રેયસ અય્યરે શું કહ્યું
મોહમ્મદ શમીના આ નિવેદન બાદ શ્રેયસ અય્યરે માઈક હાથમાં લઈને કહ્યું કે, આ યોગ્ય સાચી છે. શમી ભાઈ સાચું કહી રહ્યા છે. તે સમયે રોહિતના ઇશારા દ્વારા પણ તે જે કંઈ બોલે છે તે પણ સારી રીતે સમજાય છે. તેમજ રોહિત ભાઈનું વો અને યે એ અમારા માટે ખાલી જગ્યા હોય છે તે અમે તેના કહ્યા વિના સમજી જઈએ છીએ. પરંતુ ઘણા વર્ષો સુધી રોહિત ભાઈ સાથે રમતા એ જાણ્યું છે કે તે એક સારો નેતા છે અને તેમની પાસે ઉત્તમ નેતૃત્વ ક્ષમતા છે.