જો આ ખેલાડીને ઓપનિંગનો મોકો મળ્યો,તો ગીલ નું પતુ કપાશે વન ડેમાં એકલો 400 રન કરી શકે!

રોહિત શર્માની મિડિલ ઓર્ડર બેટ્સમેનથી ઓપનર બનવાની ફોર્મ્યૂલા એટલી હિટ સાબિત થઈ છે કે અત્યાર સુધી તેનું ફળ ટીમ ઈંડિયાને મળી રહ્યું છે. જેવી રીતે રોહિત શર્માને મિડિલ ઓર્ડર બેટ્સમેન તરીકે ઓપનર બનાવ્યો, ઠીક એવી જ રીતે ટીમ ઈંડિયાના એક ખેલાડીને ઓપનર બનાવી શકે છે.

ટીમ ઈંડિયાનો આ ખેલાડી જો મિડિલ ઓર્ડર બેટ્સમેથી ઓપનર બની ગયો તો, ટીમ ઈંડિયાને જબરદસ્ત ફાયદો થશે. કારણ કે આ બેટ્સમેન રનનો ઢગલો કરી દેશે. જો તેને ઓપનર બનાવે તો પછી બેવડી સદી ફટકારતા કોઈ રોકી શકશે નહીં.

રોહિત શર્માની માફક ઋષભ પંતને પણ મિડિલ ઓર્ડર બેટ્સમેનથી ઓપનર બનાવી શકે છે. ટીમ ઈંડિયાને તેનાથી મોટો ફાયદો થશે કે ઋષભ પંત ડાબેરી બેટ્સમેન છે, જે ઓપનિંગમાં કોઈ પણ વિરોધી ટીમ માટે માથાનો દુખાવો સાબિત થશે.

ઋષભ પંત ટીમ ઈંડિયાનો ઓપનર બની ગયો તો લાંબા સમય સુધી તે આ જગ્યા પર ધમાલ મચાવી શકશે. ઋષભ પંત કપ્તાનીમાં પણ માહેર છે. આવનારા દિવસોમાં તે ઓપનિંગની સાથે સાથે વન ડે અને ટી20ની કપ્તાનીમાં પણ પોતાની મજબૂત દાવેદારી ઠોકી શકે છે.

ઋષભ પંતમાં પણ ધોની જેવો દમ દેખાઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, 2007માં ધોનીને ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી, તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી. ધોનીની કપ્તાનીમાં પણ ભારતે બે વર્લ્ડ કપ અને એક ચેમ્પિયંસ ટ્રોફી જીતી હતી. આ વાત બધા જાણે છે કે, એક વિકેટકીપર મેદાન પર કોઈ પણ ખેલાડીથી વધારે ગેમને સમજી શકે છે. ત્યારે આવા સમયે પંતને ધોનીની માફક યૂઝ કરી શકે છે.

રોહિત શર્માને મિડિલ ઓર્ડર બેટ્સમેનથી ઓપનર બનાવવાનો નિર્ણય ધોનીની જ હતો. આ જ કારણે રોહિત શર્મા વન ડે મેચમાં 3 વાર બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો. તેમાં રોહિત શર્માની વન ડે ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર 264 રન પણ સામેલ છે.

જેવી રીતે રોહિત શર્મા ઓપનર બન્યા બાદ હિટ સાબિત થઈ રહ્યો છે, તેવી જ રીતે ઋષભ પંત પણ ઓપનર બન્યા બાદ હાહાકાર મચાવી શકે છે. ઋષભ પંત ન ફક્ત રોહિત શર્માને વન ડેમાં 264 રનનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. પણ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી ત્રિપલ સદી પણ ઠોકી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *