દલીપ ટ્રોફીમાં આ ખેલાડી પર રહેશે બધાનુ ધ્યાન સારુ પ્રદર્શન કરીન કોની થશે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી
દલીપ ટ્રોફીની પહેલી મેચ 5 સપ્ટેમ્બરથી રમાશે, સાથે જ આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના 7 ખેલાડીઓ પર દરેકની નજર રહેશે કારણ કે તેઓ ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દલીપ ટ્રોફી 2024ના પ્રથમ રાઉન્ડની મેચો માટે ટીમોની જાહેરાત કરી દીધી છે. દલીપ ટ્રોફીનું ફોર્મેટ ચાર દિવસનું રહેશે અને પ્રથમ મેચ ટીમ-એ અને ટીમ-બી વચ્ચે 5 સપ્ટેમ્બર 2024થી રમાશે.
ખાસ વાત એ છે કે આ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં રમે, જો કે ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ જેમ કે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, સ્પિનર કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
સિનિયર સ્ટાર ખેલાડીઓ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને આર અશ્વિનને દલીપ ટ્રોફીમાં રમવાથી છૂટ આપવામાં આવી છે. જાણીતું છે કે ભારતે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં અને 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થશે.
હવે આ દલીપ ટ્રોફીમાં 7 ખેલાડીઓ એવા છે જેમના પર દરેકની નજર રહેશે કારણ કે તેનો ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટ રમીને તેઓ ફરી સિલેક્ટર્સનો વિશ્વાસ જીતી શકે છે. આ સાત ખેલાડીઓ છે શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને ઈશાન કિશન.
વિકેટકીપર ઈશાન કિશન ની પણ દલીપ ટ્રોફી માટે પસંદગી કરવામાં આવી છે. ઇશાનને ઈન્ડિયન પ્રીમિયર લીગને પ્રાથમિકતા આપવા અને રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં ન રમવા બદલ BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો.