ઐતિહાસિક રેકોર્ડ બનાવવા મા રોહિત શર્મા માત્ર એક કદમ પાછળ આવુ કરનાર વર્લ્ડ નો માત્ર એક બેટ્સમેન બનશે જાણો શું છે આ રેકોર્ડ

રોહિત શર્મા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક મોટા કીર્તિમાનથી માત્ર બે કદમ દૂર છે. બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝમાં તે આ કીર્તિમાન મેળવી શકે છે.

છેલ્લા એક દાયકામાં ટીમ ઇન્ડિયા માટે રોહિત શર્મા બેટિંગ ઓર્ડરની ધરીનું કામ કરે છે. તે પોતાના ડેબ્યૂ પછી શરૂઆતના વર્ષોમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેને વનડે વર્લ્ડ કપ 2011માં પણ જગ્યા મળી નહોતી.

ત્યાર બાદ તેણે પોતાની બેટિંગ પર કામ કર્યું અને ખૂબ મહેનત કરી. ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં તત્કાલીન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ઓપનિંગની જવાબદારી આપી અને તેની કિસ્મત ચમકી ગઈ. પછી તેણે પાછળ ફરીને જોયું નહીં. તે ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટા હીરો સાબિત થયા છે.

રોહિત શર્મા ક્રિકેટની દુનિયામાં એકમાત્ર બેટ્સમેન છે, જેણે વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. તેના પુલ શોટનો કોઈ જવાબ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની રમવાની રીત બિલકુલ બદલાઈ ગઈ છે. તે ક્રિઝ પર આવતા જ વિસ્ફોટક બેટિંગ કરી ઝડપથી રન બનાવે છે. તેનાથી ટીમમાં બીજા બેટ્સમેનોને પણ ઝડપથી રમવાની પ્રેરણા મળે છે.

રોહિત શર્માએ અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 48 સદી ફટકારી છે. જો સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમાનાર સિરીઝમાં તે બે સદી ફટકારી દે તો, તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 50 સદી પૂરી કરી લેશે. તે ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 50 સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્સમેન બની જશે. ભારત માટે સચિન તેંડુલકરના નામે સૌથી વધુ સદી છે. તેના નામે 100 સદી નોંધાયેલી છે. વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 75 સદી ફટકારી છે.

રોહિત શર્માએ ભારતીય ટીમ માટે 59 ટેસ્ટ મેચોમાં 4137 રન, 265 વનડે મેચોમાં 10866 રન અને 159 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં 4231 રન બનાવ્યાં છે. તે ભારત માટે ચોથા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ભારત માટે તેનાથી વધુ રન સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડે બનાવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *