જસપ્રિત બુમરાહ ની બોલિંગ ના કારણે આ ત્રણ બોલરો ના કરિયર છે ખતરામાં જાણો કોણ છે આ ત્રણ બોલર..

હવે આ ખેલાડીના ઈન્ટરનેશનલ ક્રિકેટર કરિયર પર જાણે પૂર્ણવિરામ આવી ગયું હોય તેવું છે. બુમરાહની ઝળહળતી કારકિર્દીએ આ ખેલાડીની કરિયરને હાંસિયામાં ધકેલી દીધી હોય તેવું છે અને ત્યારબાદ હવે આ ખેલાડી લગભગ ગુમનામીના અંધારામાં ધકેલાઈ ગયો છે. 

ટીમ ઈન્ડિયાનો એક બોલર એવો પણ હતો જેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવતાની સાથે જ ધમાલ મચાવી હતી. આ બોલરની સ્વિંગ પાકિસ્તાનના મહાન બોલર વસીમ અક્રમ જેવી જ ખતરનાક છે. પરંતુ 8 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો અને હવે તો જાણે આ ખેલાડીને ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સ ભૂલી જ ગયા છે.

આ ખતરનાક ફાસ્ટ બોલર 8 વર્ષ પહેલા સુધી ભારતની વનડે અને ટી20 ટીમનો મહત્વનો ભાગ હતો. પરંતુ હવે આ ખેલાડીના ઈન્ટરનેશનલ ક્રિકેટર કરિયર પર જાણે પૂર્ણવિરામ આવી ગયું હોય તેવું છે. બુમરાહની ઝળહળતી કારકિર્દીએ આ ખેલાડીની કરિયરને હાંસિયામાં ધકેલી દીધી હોય તેવું છે અને ત્યારબાદ હવે આ ખેલાડી લગભગ ગુમનામીના અંધારામાં ધકેલાઈ ગયો છે. 

વસીમ અક્રમ જેવો ખતરનાક બોલર
ટીમ ઈન્ડિયાના ‘સ્વિંગ કિંગ’ રહી ચૂકેલો ફાસ્ટ બોલર બરિન્દર સરન (Barinder Sran) છેલ્લા 8 વર્ષથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. સિલેક્ટર્સે આ ખેલાડીને દૂધમાંથી માખીની જેમ બહાર ફેંકી દીધો હતો. બરિન્દર સરન પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 22 જૂન 2016ના રોજ રમ્યો હતો. બરિન્દર સરન છેલ્લી વખત ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 સીરિઝ રમતો જોવા મળ્યો હતો. આ સિરીઝ બાદ બરિન્દર સરનની કરયર લગભગ ખતમ થઈ ગઈ. 

બુમરાહે આણ્યો કરિયરનો અંત!

ઝહીર ખાન અને આશીષ નહેરાના સન્યાસ લીધા બાદથી ભારતીય ટીમ એક સારા ડાબોડી ફાસ્ટ બોલરની શોધમાં હતી. બરિન્દર સરને થોડી આશા જગાવી હતી પરંતુ તે લાંબી રેસનો ઘોડો સાબિત થયો નહીં. બરિન્દર સરને પોતાની કરિયરમાં 6 વનડે અને 2 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. બરિન્દર સરને વનડેમં 7 જ્યારે ટી20 ઈન્ટરનેશનલમાં કુલ 6 વિકેટ લીધી છે. વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન જ્યારે જસપ્રીત બુમરાહે ભારત માટે વનડે અને ટી20 ક્રિકેટમાં ડેબ્યુ કર્યું તો બરિન્દર સરનની કરિયરનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *