વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ વાર હેટ્રિક લીધી છે આ ખેલાડીએ જાણો ભારતના કયા ખેલાડીએ લીધી છે હેટ્રિક સૌથી વધુ વાર
ક્રિકેટના ઇતિહાસમાં ઘણા મહાન બોલર પસાર થઈ ચૂક્યા છે. પરંતુ સારા સારા બોલર વનડે મેચમાં હેટ્રિક લઈ ચૂક્યા નથી.આજે અમે એવા પાંચ બોલર વિશે જાણાવીશું.
જેણે વનડે ક્રિકેટમાં સૌથી વધુ હેટ્રિક લીધી છે. આ લિસ્ટમાં ભારતીય બોલર પણ સામેલ છે.મોટાભાગના બોલર્સે એકવાર હેટ્રિક લીધેલી હોય છે. પરંતુ આજે અમે એવા પાંચ બોલર વિશે જણાવીશું જેણે એકથી વધુ વાર હેટ્રિક લીધી છે.
લસિથ મલિંગા
શ્રીલંકાના ભૂતપૂર્વ બોલર મલિંગાએ વનડે ક્રિકેટમાં સૌથી વધુ 3 વાર હેટ્રિક લેવાનું કારનામું કરી બતાવ્યું છે.
કુલદીપ યાદવ
ભારતીય સ્પિનર કુલદીપ યાદવ પણ વનડે ક્રિકેટમાં સૌથી વધુ હેટ્રિક લેનાર બોલરની યાદીમાં સામેલ છે.
ટ્રેન્ટ બોલ્ટ
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પણ વનડેમાં એકથી વધુ વાર હેટ્રિક લીધી છે. બોલ્ટે વનડેમાં 2 વાર હેટ્રિક લીધી છે.
વસીમ અકરમ
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ આ લિસ્ટમાં સામેલ છે. વસીમ અકરમે પણ વનડેમાં 2 વાર હેટ્રિક લીધી છે.
ચામિંડા વાસ
શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચામિંડાએ પણ વનડેમાં 2 વાર હેટ્રિક લેવાનું કામ કરી બતાવ્યું છે.