ક્રિકેટ જગતના ગબ્બર તરીકે ઓળખાતા આ મહાન બેટ્સમેનનું નામ ગબ્બર કેવી રીતે પડ્યું? જાણો આ રસપ્રદ વાત..
ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત બાદ શિખર ધવન ભારે ચર્ચામાં છે. ત્યારે સૌ કોઈ તેને સંબંધિત વસ્તુઓને લઈને લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. ત્યારે આજે અમે આપને શિખર ધવનનું નામ ‘ગબ્બર’ કઈ રીતે પડ્યું તે રસપ્રદ ઘટના વિશે જણાવીશું.
ટીમ ઇન્ડિયાના ગબ્બર એટલે કે, શિખર ધવને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેની સાથે તેઓએ ડોમેસ્ટિક ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. તેથી હવે તેઓ IPLમાં પણ નહીં રમે. ધવન લાંબા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર હતા. કોઈપણ ફોર્મેટમાં તેની વાપસીને લઈને કોઈ સંકેત મળ્યા નહોતા.
એવામાં તેમણે આજે સંન્યાસનું એલાન કરી દીધું. શું તમે જાણો છો કે, શિખર ધવનનું નામ ગબ્બર કઈ રીતે પડ્યું? આજે અમે એ રહસ્ય પરથી પડદો ઊંચકીશું અને તેની પાછળનું કારણ પણ જણાવીશું.શિખર ધવને સંન્યાસનું એલાન કરતા કહ્યું કે, “મારા જીવનમાં એક જ લક્ષ્ય હતું, ભારત માટે રમવું. હું તે લક્ષ્ય મેળવવામાં સફળ રહ્યો. તેના માટે હું ઘણા લોકોનો આભારી છું. કહે છે ને, કહાનીમાં આગળ વધવા માટે પાનું ફેરવવું જરૂરી હોય છે, બસ હવે હું પણ એ જ કરવા જઈ રહ્યો છું.
મેં આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. મારા દિલમાં શાંતિ છે અને મને મારા દેશ માટે ઘણી મેચોમાં રમવાનું સૌભાગ્ય મળ્યું. હું BCCI અને ફેન્સનો હું આભાર માનું છું.”શિખર ધવને એક ઇન્ટરવ્યૂમાં ખુદ ખુલાસો કર્યો હતો કે, આખરે તેને ‘ગબ્બર’ શા માટે કહેવામાં આવે છે.
સ્પોર્ટ્સતકને આપેલા ઇન્ટરવ્યૂમાં શિખર ધવને કહ્યું હતું. “હું રણજી ટ્રોફીમાં રમી રહ્યો હતો અને સિલી પોઈન્ટ પર ઊભો હતો. જ્યારે બીજી ટીમ વચ્ચે મોટી પાર્ટનરશીપ થઈ તો બધા ખેલાડી નિરાશ થઈ ગયા હતા. એવામાં મેં રાડ પાડી, ‘બહુત યારાના હૈ સુઅર કે બચ્ચો’ અને બધા જોર જોરથી હસવા લાગ્યા હતા. અમારા કોચે (વિજય) ત્યારથી મારું નામ ‘ગબ્બર’ રાખી દીધું. ત્યાંથી જ આ નામ એટલું ફેમસ થયું આખી દુનિયાના ક્રિકેટ પ્રશંસકો હવે મને ગબ્બર જ કહે છે.”