ક્રિકેટ જગતના ગબ્બર ના જાણી લો 5 મહાન રેકોર્ડ જે રોહિત અને કોહલી એ પણ તોડવા છે અશક્ય..

શિખર ધવને પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આ સિવાય તેને પોતાના કરિયરમાં બીજા ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે, ચાલો તેના વિશે જાણીએ.

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શિખર ધવને 2010માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીમાં ટીમ ઈન્ડિયા માટે કુલ 34 ટેસ્ટ, 167 ODI અને 68 ઈન્ટરનેશનલ T20 મેચ રમી છે.

શિખર ધવને પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મેળવનાર સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ પછી શિખર ધવન ત્રીજો ભારતીય ખેલાડી છે. શિખર ધવન ODI ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી 2000 અને 3000 રન બનાવનાર બેટ્સમેન છે.

ICC ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી 1000 રન

શિખર ધવન ICC ટૂર્નામેન્ટમાં અલગ અંદાજમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે ICC ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી 1000 રનનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે માત્ર 16 ઇનિંગ્સમાં 1000 રનનો આંકડો પાર કર્યો.

ડેબ્યૂ ટેસ્ટમાં ફટકારી સદી

શિખર ધવને વર્ષ 2013માં ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો અને આ ટેસ્ટ મેચમાં તેને 187 રન બનાવ્યા હતા.ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર તે વિશ્વનો 97મો બેટ્સમેન છે.

100મી ODI મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય

શિખર ધવન પોતાની 100મી ODI મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો 9મો બેટ્સમેન છે, તેને વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા સામે આ સિદ્ધિ મેળવી હતી.

90 પ્લસ રનનો રેકોર્ડ

ધવન એવા ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે જેમણે વનડેમાં સૌથી વધુ વખત 90 પ્લસ રન બનાવ્યા છે. સચિને માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વમાં સૌથી વધુ 90 પ્લસની ઇનિંગ્સ રમી હતી.

આઇસીસી ચેમ્પિયન ટ્રોફીમાં એમને વર્ષ 2013 અને 2017માં ગોલ્ડન બેટ જીત્યો હતો અને તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી છે. એમને 10 મેચમાં 701 રન બનાવ્યા હતા અને ઓવરઓલ તે ત્રીજા નંબર પર છે. આ લિસ્ટમાં ક્રિસ ગેલ પહેલા નંબર પર અને વિરાટ કોહલી 11મા નંબર પર અને સચિન તેંડુલકર 20મા સ્થાને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *