ટીમ ઇન્ડિયાના હાલના કોચે માત્ર ટીમ ઇન્ડિયા માટે ઇન્ટરનેશનલ એક જ મેચ રમીશે..
એક સમય હતો જ્યારે દુનિયામાં ટેસ્ટ અને વનડે મેચનો ભારે ક્રેઝ હતો. આજે મોટા ભાગના લોકો ટી20 ક્રિકેટ જોવાનું પસંદ કરે છે.
દિનેશ મોંગિયા: ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી દિનેશ મોંગિયાએ વર્ષ 2001માં ભારત માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. મોંગિયાએ 57 વનડે મેચમાં 1230 રન બનાવ્યા, પરંતુ આ ટીમ ઇન્ડિયા માટે આ ખેલાડી માત્ર એક જ ટી20 મેચ રમ્યો હતો. જેમાં તેણે 38 રન બનાવ્યા હતા.
મુરલી કાર્તિક: ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મુરલી કાર્તિકે વર્ષ 2000માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2002માં તેણે વનડે ડેબ્યૂ કર્યું હતું.આ ખેલાડીએ ભારત માટે 8 ટેસ્ટ મેચ રમી હતી. આ ઉપરાંત તેને ટીમ ઇન્ડિયા માટે માત્ર એક ટી20 મેચ રમવા મળી હતી.
રાહુલ દ્રવિડ: ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડે લાંબા સમય સુધી ભારત માટે ટેસ્ટ અને વનડે મેચ રમી છે.પરંતુ દ્રવિડે ટીમ ઇન્ડિયા માટે માત્ર એક ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. આ તેના ઇન્ટરનેશનલ કરિયરની ફેરવેલ મેચ હતી.
સચિન તેંડુલકર: દુનિયાના સૌથી મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો રેકોર્ડ છે. પરંતુ સચિને પણ ટીમ ઇન્ડિયા માટે માત્ર એક ટી20 ઇન્ટરનેશનલ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ મેચમાં તેણે 15 રન બનાવ્યા હતા.