ટીમ ઇન્ડિયામાં નિવૃત્તિ નો પહાડ તૂટી પડ્યો ગબ્બર બાદ હજુ 11 લોકો નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા..

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન શિખર ધવને 24 ઓગસ્ટ (શનિવાર)ના રોજ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધવને આ માહિતી એક વીડિયો પોસ્ટ દ્વારા આપી હતી. ધવને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, ધવનની નિવૃત્તિ બાદ હવે અન્ય અમુક ક્રિકેટર પણ આગામી ટૂંકસમયમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. આ ખેલાડીઓને ઘણા સમયથી રમવાની તક મળી રહી નથી, તેમજ ભવિષ્યમાં પણ તેઓ રમી શકે તેવી સંભાવના ઓછી હોવાથી તેઓ હવે નિવૃત્તિ જાહેર કરી શકે છે.

પિયુષ ચાવલાઃ 35 વર્ષીય પિયુષ ચાવલા ક્રિકેટ વર્લ્ડ કપ 2011માં ભારતીય ટીમનો ભાગ હતો. પિયુષ છેલ્લે ડિસેમ્બર 2012માં ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. રાઈટ હેન્ડેડ સ્પિનર પિયુષે ભારત માટે ત્રણ ટેસ્ટ, 25 ODI અને 7 T20 મેચ રમી છે. તેના નામે સાત ટેસ્ટ, 32 ODI અને 4 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ છે.

રિદ્ધિમાન સાહાઃ ટેસ્ટ ક્રિકેટમાંથી મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ બાદ રિદ્ધિમાન સાહાને વિકેટકીપર તરીકે ઘણી તકો મળી. જો કે, બાદમાં સાહાની કારકિર્દી ઉતાર-ચઢાવ પર ગઈ. રિદ્ધિમાન સાહા છેલ્લે વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. 40 ટેસ્ટ અને 9 ODI ઈન્ટરનેશનલ રમી ચૂકેલા રિદ્ધિમાન સાહા 39 વર્ષના છે. કેએસ ભરત, ઇશાન કિશન, ધ્રુવ જુરેલ અને ઋષભ પંત સાથે, સાહાની ટીમમાં વાપસીના દરવાજા સંપૂર્ણપણે બંધ છે.

ઈશાંત શર્માઃ ફાસ્ટ બોલર ઈશાંત શર્મા એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો મહત્વનો સભ્ય હતો, પરંતુ હવે તેની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ઈશાંત શર્માએ ભારત માટે 105 ટેસ્ટ, 80 ODI અને 14 T20 મેચ રમી છે. ઈશાંતે ટેસ્ટમાં 311, ODI ઈન્ટરનેશનલમાં 115 અને T20 ઈન્ટરનેશનલમાં 8 વિકેટ લીધી હતી. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. 35 વર્ષીય ઈશાંત શર્માનું પુનરાગમન અસંભવ છે કારણ કે ભારતીય ટીમ હવે યુવા ઝડપી બોલરોને તક આપી રહી છે.

અમિત મિશ્રા: લેગબ્રેક બોલર અમિત મિશ્રાએ પણ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી નથી. અમિતે છેલ્લે 2017માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યારે તે ઈંગ્લેન્ડ સામેની T20 મેચમાં જોવા મળ્યો હતો. 41 વર્ષીય અમિતે ભારત માટે 22 ટેસ્ટ, 36 ODI અને 10 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 156 વિકેટ ઝડપી છે. અમિત IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે રમ્યો હતો.

મનિષ પાંડેઃ મિડલ ઓર્ડર બેટ્સમેન મનિષ પાંડેની વાર્તા પણ કરુણ નાયર જેવી છે. 34 વર્ષનો મનિષ પાંડે તેને મળેલી તમામ તકોનો લાભ ઉઠાવી શક્યો નથી. પાંડેએ ભારત માટે 29 ટેસ્ટ અને 39 ટી20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે વન-ડેમાં 566 રન અને ટી20 ઈન્ટરનેશનલમાં 709 રન બનાવ્યા હતા.

મોહિત શર્મા: ફાસ્ટ બોલર મોહિત શર્માએ તેની કારકિર્દીમાં ભારતીય ટીમ માટે 26 ODI અને 8 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો છે. આ સમયગાળા દરમિયાન તેણે ODI ફોર્મેટમાં 31 વિકેટ ઝડપી હતી. 35 વર્ષીય મોહિતે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2015માં રમી હતી. હવે તેને તક મળવી મુશ્કેલ છે. મોહિત IPLમાં ગુજરાત ટાઇટન્સ (GT) તરફથી રમે છે.

ઉમેશ યાદવઃ ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઘણા મહિનાઓથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ઉમેશે ભારત માટે તેની છેલ્લી મેચ ગયા વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. 36 વર્ષીય ઉમેશે ભારત માટે અત્યાર સુધીમાં 57 ટેસ્ટ, 75 ODI અને નવ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઉમેશે ટેસ્ટ મેચમાં 30.95ની એવરેજથી 170 વિકેટ લીધી છે. આ સિવાય ઉમેશે વન ડેમાં 106 અને T20 ઈન્ટરનેશનલમાં 12 વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *