મુંબઇ ઇન્ડિયન્સ માંથી રમી રહેલા આ 18 વર્ષના ખેલાડીએ તોડીયો 30 વર્ષ જૂનો રેકોર્ડ..
દક્ષિણ આફ્રિકાની ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ માટે તેના પ્લેઈંગ 11માં યુવા ડાબોડી ફાસ્ટ બોલર ક્વેના માફાકાનો પણ સમાવેશ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મફાકાની આ પહેલી મેચ હતી, જેમાં તેણે માત્ર મોટો રેકોર્ડ જ બનાવ્યો એવુ નથી, પરંતુ 25 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે. ક્વેના મફાકા હવે દક્ષિણ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં ડેબ્યૂ કરનારો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
ક્વેના માફાકાએ 18 વર્ષ અને 137 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં તેણે પહેલી મેચ રમી હતી. આ અગાઉનો રેકોર્ડ ફાયનો વિક્ટરના નામે હતો, જેણે 5 ફેબ્રુઆરી 1999ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે દક્ષિણ આફ્રિકા માટે પોતાની પહેલી મેચ રમી હતી. તેમજ 18 વર્ષ અને 314 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
મફાકાને દક્ષિણ આફ્રિકાની ટીમના અનુભવી ફાસ્ટ બોલર લુંગી એનગિડી દ્વારા ડેબ્યૂ મેચ માટે કેપ આપવામાં આવી હતી. પોતાની ડેબ્યુ મેચમાં મફાકાએ 3.5 ઓવર નાંખી અને 25 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી. જો કે તેમ છતાં દક્ષિણ આફ્રિકાની ટીમને પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
IPLમાં ક્વેના ડેબ્યૂ કરનારો ત્રીજી સૌથી યુવા વિદેશી ખેલાડી
ક્વેના મફાકા એ સમયે ચર્ચામાં આવ્યા, જ્યારે તેમણે 2024ની શરૂઆતમાં યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શનથી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. ત્યાર બાદ તેણે IPL 2024 સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે રમવાની તક મળી.
મફાકાએ 17 વર્ષ 354 દિવસની ઉંમરે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું અને આઈપીએલ ઈતિહાસમાં ડેબ્યૂ કરનારો ત્રીજો સૌથી યુવા વિદેશી ખેલાડી બન્યો. જોકે, મફાકાની પ્રથમ આઈપીએલ સિઝન કંઈ ખાસ ન હતી અને તેને માત્ર 2 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે એક વિકેટ લીધી હતી.