6 બોલમાં 6 છગ્ગા મારવા વાળા કિંગ ને આ ટીમ તરફથી આપવામાં આવશે મોટી જવાબદારી તો આ ipl માં તે ટીમ જીતશે કપ..
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને સિક્સર કિંગ તરીકે જાણીતા યુવરાજ સિંહના ફેન્સ માટે એક શાનદાર સમાચાર આવ્યા છે. એવી ચર્ચા છે કે યુવી આઈપીએલમાં કમબેક કરવા તૈયાર છે.
જો કે આ વખતે તે એકદમ નવા રોલમાં જોવા મળશે. 2019માં પોતાની છેલ્લી IPL મેચ રમનાર યુવરાજ સિંહ આગામી IPL 2025માં કોચ તરીકે ડેબ્યૂ કરી શકે છે. હા, આ માટે તેની દિલ્હી કેપિટલ્સ સાથે વાતચીત પણ ચાલી રહી છે.
કોચ પદ છોડતાં જ પોન્ટિંગે આપ્યા હતા સંકેત
અહેવાલ મુજબ દિલ્હી સ્થિત ફ્રેન્ચાઇઝીએ અનુભવી ક્રિકેટર સાથે સંભવિત કોચિંગ ભૂમિકા અંગે વાતચીત શરૂ કરી દીધી છે. IPLની છેલ્લી ત્રણ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યા બાદ દિલ્હી કેપિટલ્સે ગયા મહિને રિકી પોન્ટિંગ સાથે છેડો કરી લીધો હતો.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની દિલ્હી કેપિટલ્સ સાથે સાત સિઝનથી સંકળાયેલો હતો પરંતુ તે ખિતાબ જીતાડવામાં નિષ્ફળ રહ્યો. મુખ્ય કોચ તરીકેની ભૂમિકા છોડ્યા બાદ પોન્ટિંગે સંકેત આપ્યા હતા કે દિલ્હી કેપિટલ્સ હવે મુખ્ય કોચ તરીકે કોઈ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને રાખવા માગે છે.
યુવી ક્યારે નિવૃત્ત થયો હતો
2007 અને 2011 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહે IPL ટાઇટલ જીત્યા બાદ આ લીગમાંથી નિવૃત્તિ લીધી હતી. 2019 માં, તે મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ હતો, તે વર્ષે ટીમે ફાઇનલમાં CSK ને હરાવીને તેનું ચોથું ટાઇટલ જીત્યું હતું. આ પછી યુવીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી.