ધોની કે કોહલી નહીં પરંતુ આ ક્રિકેટર પાસે છે સૌથી વધુ પૈસા જાણી ને ચક્કર આવા લાગશે…
જ્યારે પણ સૌથી વધુ અમીર ક્રિકેટર્સની વાત થાય, તો MS ધોની અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓના નામ યાદ આવે છે. પરંતુ અમે આપને તેનાથી પણ અમીર ક્રિકેટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.ક્રિકેટમાં જેમ દિવસો પસાર થાય તેમ સંપત્તિમાં પણ વધારો થતો જાય છે. પહેલા ક્રિકેટર્સની કમાણી ખૂબ ઓછી હતી, પરંતુ હવે લગભગ બધા દરેક ક્રિકેટર કરોડો રૂપિયા કમાય છે.
ભારતીય ક્રિકેટર્સ તમામ વિદેશી ક્રિકેટર્સ કરતા વધુ કમાય છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. BCCI ક્રિકેટર્સને સૌથી વધુ રકમ આપે છે. તમને હશે કે વિરાટ કોહલી અને એમએસ ધોની ભારતના સૌથી અમીર ક્રિકેટર છે. પણ હકીકતમાં એવું નથી.
અમે આપને એવા ભારતીય ક્રિકેટર વિશે જણાવીશું, જે એમએસ ધોની અને વિરાટ કોહલી કરતા અનેક ગણો અમીર છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ કુમાર મંગલમ બિરલાના દીકરા આર્યમાન બિરલાની, આર્યમાન બિરલા માત્ર ભારત જ નહીં, જો તેને દુનિયાનો સૌથી અમીર ક્રિકેટર કહેવામાં આવે તો કદાચ ખોટું નહીં હોય.
કુમાર મંગલમ બિરલા ભારતના સૌથી અમીર બિઝનેસમેનમાંથી એક છે. તેનો દીકરો આર્યમાન બિરલા આટલા મોટા બિઝનેસમેન ઘર સાથે સંબંધ રાખવા છતાં ક્રિકેટમાં રસ ધરાવે છે. તેણે પોતાની મહેનતથી ક્રિકેટમાં મોટું લક્ષ્ય મેળવ્યું છે. તે મધ્યપ્રદેશ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રમતો હતો. જોકે 2019 પછી તેણે ક્રિકેટમાંથી અચાનક બ્રેક લઈ લીધો અને ક્યારેય વાપસી કરી નહીં. તેણે આ બ્રેક માત્ર 22 વર્ષની ઉંમરે લીધો. જણાવાઈ રહ્યું છે કે, આર્યમાને મેન્ટલ હેલ્થનો હવાલો આપતા ક્રિકેટ છોડ્યું હતું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુમાર મંગલમ બિરલાનો દીકરો આર્યમાન બિરલા આશરે 70000 કરોડનો વારસ હોવાનું માનવામાં આવે છે. આમ તે ભારતનો સૌથી અમીર ક્રિકેટર બની જાય છે.