રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ ને છોડી ને જઈ રહ્યો છે આ ટીમમાં ખુદ માલિકે આપ્યા સંકેતો..

આવતા વર્ષે IPL 2025ની શરૂઆત પહેલા એક મેગા ઓક્શન થવાની છે

આવતા વર્ષે IPL 2025ની શરૂઆત પહેલા એક મેગા ઓક્શન થવાની છે, જેની સમગ્ર ક્રિકેટ જગત આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. પરંતુ આ દરમિયાન એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માને રિલીઝ કરી શકે છે, આવી સ્થિતિમાં જો ‘હિટમેન’ ઓક્શનમાં એન્ટ્રી કરે છે, તો આપણે તેના પર ‘બિડિંગ વૉર’ જોઈ શકીએ છીએ. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૉચ સંજય બાંગરે આ વિષય પર મોટો ખુલાસો કર્યો છે.

હિટમેન’ રોહિત શર્મા 2011થી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન તેણે પોતાની કેપ્ટનશીપમાં 5 વખત MIને IPL ચેમ્પિયન બનાવ્યુ છે. જો આવો ખેલાડી મેગા ઓક્શનમાં આવે તો કોણ તેના પર બોલી લગાવવા નહીં માંગે ? પંજાબ કિંગ્સ પણ રોહિતમાં રસ દર્શાવતી ટીમોમાંની એક છે. હવે PBKSના ક્રિકેટ ડેવલપમેન્ટના વડા અને ભારતીય ટીમના પૂર્વ બેટિંગ કૉચ સંજય બાંગરે આ મામલે મોટું નિવેદન આપ્યું છે.

જો મેગા ઓક્શનમાં આવશે રોહિત… 
પંજાબ કિંગ્સ સાથે ક્રિકેટ ડેવલપમેન્ટના વડા તરીકે સંકળાયેલા સંજય બાંગરે સ્વીકાર્યું કે જો રોહિત હરાજીમાં આવે છે તો તેના માટે મોટી બોલી લગાવવાની સંભાવના છે. તેણે કહ્યું, “અમે તેને ખરીદીએ કે નહીં તે અમારી પાસે કેટલા પૈસા છે તેના પર નિર્ભર કરે છે. જો રોહિત હરાજીમાં આવે છે, તો મને ખરેખર વિશ્વાસ છે કે તેને ખૂબ જ ઊંચી બોલી મળશે.”

પંજાબને છે કેપ્ટનની જરૂર

પંજાબ કિંગ્સ પણ રોહિત શર્મા સાથે જોડાઈ રહી છે કારણ કે આ ફ્રેન્ચાઈઝીને નવા કેપ્ટનની જરૂર છે. શિખર ધવને તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ઈન્ટરનેશનલ અને ડૉમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધવન છેલ્લી ઘણી સિઝનથી પંજાબના કેપ્ટનની ભૂમિકા ભજવી રહ્યો હતો, તેથી PBKSને IPL 2025માં નવા કેપ્ટનની જરૂર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *