માસ્ટર માઈન્ડ રોહિત અને કિંગ કોહલી માંથી સૌથી વધુ પૈસા વાળો કોણ જાણીને ચોકી જશો ..
કેપ્ટન રોહિત શર્મા અને કિંગ કોહલી વિશ્વના ટોપ બેટ્સમેન છે. આ બંને પ્લેયર પૈસાની બાબતમાં પણ એકબીજાથી કમ નથી.
રોહિત – વિરાટ
ભારત પાસે રોહિત અને વિરાટના નામે વિશ્વના બે સૌથી શ્રેષ્ટ બેટ્સમેન છે. એક સાથે કોઈ પણ દેશને આવા બેટ્સમેન મળવા લગભગ અસંભવ છે.
અનેક રેકોર્ડ્સ
આ બંને બેટ્સમેનોએ પોતાની બેટિંગથી અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. આથી તે વિદેશમાં પણ એટલા જ પોપ્યુલર છે જેટલા ભારતમાં.
મેચ વિનર પ્લેયર્સ
જ્યારે કોઈ પણ વ્યક્તિ વર્લ્ડ ઇલેવન ટીમ બનાવતું હોય ત્યારે આ રોહિત અને કોહલીના નામ વગર તેમની ટીમ બને તેવું લગભગ શક્ય જ નથી. કેમ કે આ બંને બેટ્સમેન મેચ વિનર પ્લેયર છે. આ બંને પ્લેયર પૈસાની બાબતમાં પણ કમ નથી.
કોની નેટવર્થ વધુ ?
આજે જાણવાનો પ્રયાસ કરીશું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેની નેટવર્થ કેટલી છે, કોણ વધુ પૈસાદાર છે?
વિરાટ કોહલી
વિરાટ કોહલી વર્ષ 2024માં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની નેટવર્થ લગભગ 127 મિલિયન ડોલર એટલે કે આશરે 1066 કરોડ રૂપિયા છે.
રોહિત શર્મા
રોહિત શર્મા રિપોર્ટ મુજબ ભારતની વન ડે ટીમના કેપ્ટન રોહિત શર્માની કુલ નેટવર્થ 214 કરોડ રૂપિયા છે. આમ રોહિત અને કોહલીના નેટવર્થમાં ઘણો ફર્ક છે.