ICC પાસે કરોડો ની કરી માંગ T20 World Cup 2024માં બ્રૉડકાસ્ટરને થયું આટલા કરોડ નું નુકસાન..
રિપોર્ટ અનુસાર, સ્ટારે ICCને બે પત્ર લખ્યા હતા અને ગયા મહિને કોલંબોમાં આયોજિત વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ટી-20 વર્લ્ડ કપ 2024 બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ માટે બિલકુલ સારું ન હતું. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના પ્રમુખ બને તેવી સંભાવના છે. દરમિયાન, ડિઝની સ્ટાર ICC સાથે તેના વિશાળ બ્રોડકાસ્ટિંગ ડીલ પર ફરીથી વાટાઘાટો કરવા માંગે છે, જેના પર થોડા વર્ષો પહેલા જ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ICC અને સ્ટાર વચ્ચે 3 બિલિયન ડોલરનો કરાર અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપ સાથે લાગુ થયો હતો. હવે ‘ક્રિકબઝ’ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બ્રોડકાસ્ટર પણ ઘણા કારણોસર ચેમ્પિયનશિપના એકંદર મૂલ્યાંકન પર ડિસ્કાઉન્ટની માંગ કરી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, સ્ટારે ICCને બે પત્ર લખ્યા હતા અને ગયા મહિને કોલંબોમાં આયોજિત વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આઈસીસીના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ પણ આ મામલે અધિકારીઓ સાથે વાત કરી હતી. જોકે, અંતિમ નિર્ણય બોર્ડ પર નિર્ભર રહેશે.
830 કરોડની છૂટની માંગણી કરી હતી
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિવિધ કારણોસર સ્ટાર વર્લ્ડ કપમાં 100 મિલિયન ડોલર (લગભગ 830 કરોડ રૂપિયા)થી વધુની ડિસ્કાઉન્ટની માંગ કરી રહ્યું છે. આ છૂટની માંગણીનું મુખ્ય કારણ ફ્લોરિડામાં ભારત અને કેનેડા વચ્ચેની રદ થયેલી મેચ હોવાનું કહેવાય છે. ટૂર્નામેન્ટમાં ભારતની મેચ વધુ વેલ્યૂવાળી ઇવેન્ટ્સ હતી.
ભારત-કેનેડા ઉપરાંત ઈંગ્લેન્ડ વિરુદ્ધ સ્કોટલેન્ડ, અમેરિકા વિરુદ્ધ આયરલેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ નેપાળ જેવી કેટલીક મેચો પણ રદ કરવામાં આવી હતી. જો કે, બ્રોડકાસ્ટ ડીલ્સમાં સામાન્ય રીતે રિફંડની કલમનો સમાવેશ થતો નથી. તો હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સ્ટાર ICCને મનાવવામાં કેટલું સફળ રહે છે.
આટલું જ નહીં, સ્ટારે અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની લો સ્કોરિંગ સેમિફાઇનલ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી, જ્યાં અફઘાનિસ્તાન 56 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને પછી આફ્રિકાએ માત્ર 9 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને જીત મેળવી હતી.