54 રનમાં હતી 4 વિકેટ પછી થય‌ રિંકુ સિંહ ની એન્ટ્રી અને સ્કોર થયો 200 ને પાર…

કાનપુર સુપરસ્ટાર્સે પહેલા બેટિંગ કરતા 8 વિકેટે નુકસાને 152 રન બનાવ્યા હતા. જવાબમાં મેરઠની શરૂઆત ખૂબ જ નબળી રહી અને ટીમે પોતાના ટોપ ઓર્ડરના 4 બેટ્સમેનની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રિંકુ સિંહની એન્ટ્રી થઈ.

રિંકુ સિંહની શાનદાર ઇનિંગના જોરે મેરઠ માવરિક્સે યુપી ટી20 લીગમાં શાનદાર જીત નોંધાવી છે. એક સમયે ટીમની 54ના સ્કોરે 4 વિકેટ પડી ગઈ હતી. મેરઠ માવરિક્સ સામે 153 રનનો ટાર્ગેટ હતો. કાનપુર સુપરસ્ટાર્સે પહેલા બેટિંગ કરતા 8 વિકેટે નુકસાને 152 રન બનાવ્યા હતા. જવાબમાં મેરઠની શરૂઆત ખૂબ જ નબળી રહી અને ટીમે પોતાના ટોપ ઓર્ડરના 4 બેટ્સમેનની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રિંકુ સિંહની એન્ટ્રી થઈ. જેણે 35 બોલમાં અણનમ 48 રનની ઇનિંગ રમી ટીમને 17.4 ઓવરમાં જ શાનદાર જીત અપાવી હતી. મેરઠે આ મેચ 6 વિકેટથી પોતાના નામે કરી હતી. મેરઠની આ સતત બીજી જીત છે.

153 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મેરઠ માવરિક્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર અક્ષય દુબે ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પર ફર્યો હતો. પહેલી વિકેટ પડ્યા પછી સ્વાસ્તિક અને માધવે ટીમની ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો. સ્વાસ્તિક 13 બોલ પર 23 રન બનાવીને આઉટ થયો, જ્યારે માધવ કૌશિકે 25 રન બનાવ્યા. ત્યાર બાદ ઉવેશ અહમદ અને રિંકુ સિંહે ટીમની નાવડીને પાર લગાવી. બંનેએ અણનમ રહી ટીમને જીત અપાવી.

રિંકુએ 35 બોલામાં 48 રન બનાવ્યારિંકુ સિંહે 35 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 48 રન બનાવ્યા, જ્યારે ઉવેશ અહમદે 34 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 48 રનની ઇનિંગ રમી. મેરઠ માવરિક્સ ટીમે 14 બોલ બાકી રાખી મેચને પોતાના નામે કરી લીધી.

રિંકુ સિંહે ખૂબ જ ઓછા સમયમાં ટીમ ઇન્ડિયામાં ટી20માં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. તેની નજર હવે રેડ બોલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવા પર છે. રિંકુનું કહેવું છે કે, જો તેને ટેસ્ટ મેચ રમવાનો મોકો મળે તો, તેનાથી વધુ ખુશીની વાત તેના માટે કોઈ ન હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *