શુભમન ગીલ નેકસ્ટ કોહલી બની શકે? આ કરવું ગીલ માટે છે પડકાર જનક આ ક્રિકેટર એ કરી તેના પર ટીપ્પણી..
ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે શુભમન ગીલની ટીકા કરતો જોવા મળે છે. તેમજ કોહલી અને તેંડુલકર બે જ લીજેન્ડ છે એવું કહી રહ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો..
સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ડીપફેક વીડિયોનો શિકાર થયો છે. સોશિયલ મીડિયા પર કોહલીનો એક ડીપફેક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી કે કોઈ ક્રિકેટર કે સેલિબ્રિટીનો આવો ડીપફેક વીડિયો વાયરલ થયો હોય.
આ પહેલા પણ લીજેન્ડ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનો પણ ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. આ ડીપફેક વીડિયોમાં કોહલીનો અવાજ અને ચહેરાના હાવભાવની કોપી કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલી ડીપફેકનો શિકાર થયો
ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોહલીના એક જૂના ઇન્ટરવ્યૂને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે. 33 સેકેન્ડના આ વીડિયોમાં કોહલી ઇન્ડિયન ઓપનર શુભમન ગિલ વિશે ખરાબ બોલતો જોવા મળે છે. તેમજ કોહલી પોતાને અને તેંડુલકરને લીજેન્ડ જણાવે છે.