BCCI ના સેક્રેટરી ની ખુરશી ખાલી હવે આ BJP નો પુત્ર જ બનશે સેક્રેટરી..
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC)ના ચેરમેન તરીકે બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલીએ ત્રીજી ટર્મ માટે તેમનો કાર્યકાળ લંબાવવાની અનિચ્છા વ્યક્ત કરી હતી, જે પછી ચેરમેન બનવાની રેસમાં એકમાત્ર ઉમેદવાર જય શાહ હતા, તેમને નિર્વિરોધ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. 35 વર્ષના જય શાહ આઇસીસીના સૌથી યુવા વયના ચેરમેન બન્યા છે. વર્તમાન પ્રમુખ ગ્રેગ બાર્કલીનો કાર્યકાળ 30મી નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, જે પછી 1 ડિસેમ્બરથી નવા ચેરમેન તેમની જવાબદારી સંભાળી લેશે.
હવે BCCIના સેક્રેટરી કોણ બનશે?
જય શાહ એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર બાદ આઇસીસીના ચેરમેન બનનારા ત્રીજા ભારતીય છે. અગાઉ જગમોહન દાલમિયા અને શરદ પવાર બંને પ્રેસિડેન્ટ પદે રહી ચૂક્યા છે. ICCના ચેરમેન બનવા માટે જય શાહને બીસીસીઆઈના સેક્રેટરી તરીકેનું પદ છોડવું પડશે. બીસીસીઆઈના નવા સેક્રેટરી બનવાની રેસમાં અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી સૌથી આગળ હોવાની ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે.
રોહન જેટલીનો ઇતિહાસ
રોહન જેટલી હાલ DDCAના અધ્યક્ષ છે. જે હવે બીસીસીઆઈના ચેરમેન બને તેવી શક્યતા છે. 2023માં તેઓને દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. તેઓ સૌપ્રથમ 2020માં DDCAના અધ્યક્ષ બન્યા હતા.
રોહન ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રહી ચૂકેલા અરુણ જેટલીના પુત્ર છે. તેમણે કાયદાની ડિગ્રી મેળવી છે અને કાર્નેલ યુનિવર્સિટીથી માસ્ટર ઑફ લોનો અભ્યાસ કર્યો છે. તેઓ બે વખત DDCAના અધ્યક્ષ બન્યા છે અને 2023ના વન-ડે વર્લ્ડકપમાં દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં 5 મેચની યજમાની દરમિયાન સક્રિય ફાળો આપી ચૂક્યા છે. હાલ દિલ્હીમાં રમાઈ રહેલી દિલ્હી પ્રીમિયર લીગના આયોજનનો શ્રેય પણ તેઓને આપવામાં આવે છે.