ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જશે પાકિસ્તાન ચેરમેન બન્યા પછી જય શાહ એ કર્યો ખુલાસો..

ICCના નવા ચેરમેન જય શાહે 1 ડિસેમ્બરથી પોતાના કાર્યકાળની શરૂઆત કરશે. આ વચ્ચે આગામી વર્ષે રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. જેની યજમાની પાકિસ્તાનને મળી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહને હાલમાં જ ICCના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તે 1 ડિસેમ્બરથી પોતાના કાર્યકાળની શરૂઆત કરશે. તેના કાર્યકાળની પહેલી મોટી ઇવેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હશે, જે આગામી વર્ષે પાકિસ્તાનની યજમાનીમાં રમાનાર છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. ત્યારે હવે પાકિસ્તાન તરફથી ટીમ ઇન્ડિયાના પ્રવાસને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે.

ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન પ્રવાસ પર મોટો દાવો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન રાશિદ લતિફે દાવો કર્યો છે કે, ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવશે એવો દાવો કર્યો છે. તેમણે આની પાછળનું કારણ પણ જણાવ્યું છે, રાશિદ લતિફનું માનવું છે કે, ભારત ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવવું 50 ટકા નક્કી થઈ ગયું છે. લતિફે એક યુટ્યુબ ચેનલ પર વાત કરતા ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન પ્રવાસ પર કહ્યું, “જો જય શાહ બિનહરીફ ICC ચેરમેન તરીકે પસંદ કરાય છે, તો તેનો અર્થ એ છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ પોતાનું સમર્થન આપ્યું છે.”

રાશિદ લતિફે આગળ કહ્યું, “મને લાગે છે કે, એ વાતની પૂરી સંભાવના છે કે તેઓ ભારતના પાકિસ્તાન ન જવાની ઘોષણા પર હસ્તાક્ષર નહીં કરે. મને લાગે છે કે, અમને 50 ટકા સ્પષ્ટતા મળી ગઈ છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન આવી રહી છે. જય શાહનું કામ અત્યાર સુધી ક્રિકેટ માટે લાભકારક રહ્યું છે. પછી તે BCCI માટે હોય કે, ICC માટે.”

ભારતીય ટીમે છેલ્લી વાર 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં યોજાયેલો એશિયા કપ રમવા ગઈ હતી. જ્યારે, 1996 ક્રિકેટ વર્લ્ડ કપની સહ-યજમાની પછી આ પહેલી તક હતી, જ્યારે પાકિસ્તાનને કોઈ મોટી ICC ઇવેન્ટની યજમાની મળી છે. જ્યારે ગત વર્ષે પાકિસ્તાનને એશિયા કપની પણ યજમાની મળી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન પ્રવાસ કર્યો નહોતો. એવામાં તે ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાઈ હતી. આ વખતે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાઈ શકે છે અને ટીમ ઇન્ડિયા પોતાની મેચ પાકિસ્તાન બહાર રમી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *