મુંબઇ ઇન્ડિયન્સ જો આ ખેલાડીને કરશે બહાર તો આ ટીમ તે ખેલાડીને 50 કરોડમાં લેવા પણ તૈયાર છે જાણો કોણ છે એ ખેલાડી..

જો રોહિત શર્મા IPL 2025ના ઓક્શનમાં ઉતરે છે તો તેના પર 50 કરોડ રૂપિયાથી વધુની રકમ ખર્ચ થઈ શકે છે. આવા અહેવાલો મીડિયામાં વાયરલ થઇ રહ્યાં હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સે રોહિત શર્માને ખરીદવાની રણનીતિ બનાવી છે અને તેઓ આ ખેલાડીને ખરીદવા માટે 50 કરોડ રૂપિયાની મોટી રકમ ખર્ચી શકે છે

પરંતુ લખનૌ સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકે આ તમામ અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. સંજીવ ગોએન્કાએ કહ્યું કે, જો તે માત્ર એક ખેલાડીને 50 કરોડ રૂપિયા આપે છે તો બાકીના 22 ખેલાડીઓને કેવી રીતે મેનેજ કરશે?

રોહિતને 50 કરોડ નહીં મળે?

સંજીવ ગોએન્કાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,રોહિત શર્મા હરાજીમાં ભાગ લેશે કે નહીં તે કોઈ જાણતું નથી. મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માને રિલિઝ કરશે કે, રિટેન કરશે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.

જો રોહિત હરાજીમાં આવે તો પણ એક ખેલાડી પર 50 ટકા પૈસા ખર્ચવા મુશ્કેલ હશે કારણ કે, પછી 22 ખેલાડીઓને મેનેજ કરવા મુશ્કેલ બની શકે છે. તે સ્પષ્ટ છે કે, ક્યાંક સંજીવ ગોએન્કાએ રોહિત શર્માને 50 કરોડ રૂપિયા સુધીની રકમ મળી શકે તેવા અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.

રોહિત શર્મા પર વધુ બોલી લગાવવામાં આવશે કારણ કે, તે એક શાનદાર કેપ્ટન છે. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને કેપ્ટનશિપ પરથી હટાવી દીધો હતો અને ઘણી ટીમોને સારા કેપ્ટનની જરૂર છે. હાલમાં જ રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સ માટે પાંચ વખત IPL જીતી ચૂક્યો છે. તે સ્પષ્ટ છે કે, રોહિતની માંગ ઘણી વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *