બૂચી બાબુ ટુર્નામેન્ટમાં બેટિંગ કરતા કરતા સૂર્યકૂમાર યાદવ ને થઈ ઈજા જાણો અને મુંબઇ ની ટીમ થય બહાર..
બુચી બાબુ ટૂર્નામેન્ટમાં TNCA 11 સામે મુંબઈનો પરાજય થયો હતો. મુંબઈની ટીમ પાસે સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન જેવા બેટ્સમેન હતા, છતાં તેઓ પોતાની હાર ટાળી શક્યા નહીં. મુંબઈને 286 રનથી કારમી હારનો સામનો કરવા પડ્યો હતો. આ મેચમાં સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઘાયલ થયો હતો અને મેચમાં બેટિંગ પણ ન કરી શક્યો.
બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મુંબઈની ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. TNCA-11એ મુંબઈને 286 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. મુંબઈ સામેની આ મોટી જીત સાથે, TNCA-11એ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે મુંબઈની ટીમમાં એકથી વધુ બેટ્સમેન હાજર હતા, પરંતુ તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ન તો શ્રેયસ અય્યર કે ન તો સરફરાઝ ખાનનું બેટ ચાલ્યું.
સૂર્યકુમાર યાદવ પણ ઈજાગ્રસ્ત થયો હતો અને પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યા બાદ તેણે બીજી ઈનિંગમાં પણ બેટિંગ કરી નહોતી. મુંબઈને 510 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને બીજી ઈનિંગમાં આખી ટીમ 223 રનમાં સમેટાઈ ગઈ હતી.
મુંબઈની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ
બીજી ઈનિંગમાં પણ મુંબઈની ટીમ ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતી પરંતુ શમ્સ મુલાનીએ કોઈક રીતે 68 રન બનાવીને ટીમનું સન્માન બચાવ્યું હતું. તેની પહેલા મુશીર ખાન 40 રન બનાવી શક્યો હતો. શ્રેયસ અય્યરે માત્ર 22 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાનનું 0 પર આઉટ થયો હતો. લેફ્ટ આર્મ સ્પિનર સાઈ કિશોરે બીજી ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી. TNCA સામે ખરાબ પ્રદર્શન બાદ મુંબઈની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
શ્રેયસ, સૂર્યા, સરફરાઝને લાગ્યો આંચકો
જો આ મેચમાં શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ અને સરફરાઝ ખાને સારૂ પ્રદર્શન કર્યું હોત તો તેમની ટેસ્ટ ટીમમાં વાપસીની શક્યતાઓ પ્રબળ બની શકી હોત. ટીમ ઈન્ડિયાને આવતા મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. જો કે હવે આ ત્રણેય ખેલાડીઓ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. જો સરફરાઝની વાત કરીએ તો તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, હવે જોવાનું એ છે કે પસંદગીકારો તેને તક આપે છે કે નહીં