વનડે અને ટેસ્ટ ટીમમાં આ ખેલાડી બનશે ભારતીય ટીમનો કેપ્ટન અને મચાવશે ટીમ ઇન્ડિયામાં ધૂમ..

રોહિત શર્મા હવે માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં જ ભારતની કેપ્ટનશિપ કરે છે. હવે સૂર્યકુમાર યાદવના હાથમાં ટી20 ટીમની કમાન છે. રોહિત શર્માની પાસે કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવા માટે ઘણો ઓછો સમય બાકી છે. આગામી વર્ષ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પછી કોઈને ખબર નથી કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે કે નહીં.

રોહિત શર્મા હવે 37 વર્ષનો થઈ ચૂક્યો છે. 37 વર્ષના રોહિત શર્મા માટે લાંબા સમય સુધી ટેસ્ટ અને વનડેમાં ભારતની કેપ્ટનશીપ કરવી શક્ય નથી. 37 વર્ષના રોહિત શર્મા હવે વધારે દિવસ સુધી ભારતની ટેસ્ટ અને વનડે કેપ્ટન નહીં બની શકે. જણાવી દઈએ કે, એક એવો ખેલાડી છે જે રોહિત શર્મા પછી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે. આ ખેલાડીનો અંદાજ આક્રમક છે.

વનડે અને ટેસ્ટની કપ્ટાન બની શકે છે આ ખેલાડી

ઋષભ પંત ટીમ ઈન્ડિયાની આગામી ટેસ્ટ અને વનડેનો કેપ્ટન બની શકે છે. છેલ્લા ઘણા વર્ષોમાં ઋષભ પંતે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેથી જ ત્રણેય ફોર્મેટમાં તેનું સ્થાન નક્કી છે. ઋષભ પંતની પાસે એક સ્માર્ટ દિમાગ છે. ઋષભ પંતમાં કેપ્ટન બનવાના તમામ ગુણો છે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતા ઋષભ પંતે શાનદાર કામ કર્યું છે.

કેપ્ટનશિપમાં સ્માર્ટ છે

ઋષભ પંત આવનાર સમયમાં ભારતનો ટોપ કેપ્ટન હશે. ઋષભ પંત શીખવામાં ઘણો હોંશિયાર છે. જણાવી દઈએ કે, ઋષભ પંતની પોતાની અલગ જ સ્ટાઈલ છે અને તે યુનીક બ્રાન્ડ ક્રિકેટ રમે છે. ઋષભ પંતની બેટિંગથી ઘણું એન્ટરટેઈનમેન્ટ થાય છે. 26 વર્ષીય યુવા બેટ્સમેન દરેક કંડીશનમાં ટેલેન્ટ ધરાવે છે. વિકેટકીપિંગમાં પણ ઋષભ પંતે સારુ પ્રદર્શન કર્યું છે. ઋષભ પંતની બેટિંગ સ્ટાઈલ ઘણી આક્રમક છે.

નવા કેપ્ટન બનાવવાની માંગ થઈ રહી છે

રોહિત શર્મા 37 વર્ષનો છે. રોહિત શર્મા પછી BCCI એવા કોઈ શખ્સને ટેસ્ટ અને વનડે કેપ્ટન બનાવવા નથી માગતી જેની કરિયરને હવે થોડો જ સમય બાકી હોય. આવી સ્થિતિમાં 26 વર્ષીય ઋષભ પંત ટૂંક સમયમાં ટેસ્ટ અને વનડેનો કેપ્ટન બની શકે છે. વિરાહ કોહલી 27 વર્ષની ઉંમરમાં કેપ્ટન બન્યો હતો જ્યારે વન ડે અને ટી20ની કમાન 29 વર્ષનો થયો ત્યારે મળી હતી. આવી સ્થિતિમાં BCCIનું લક્ષ્ય રિષભ પંતને નવા કેપ્ટન તરીકે તૈયાર કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *