સચિન આજ દિન સુધી ન કરી શક્યો તે આ ખેલાડીએ કરી બતાવ્યું સૌથી છેલ્લે મેદાન પર ઉતરીને ફટકારી સદી..

ગસ એટકિન્સને શ્રીલંકા સામે લોર્ડ્સ ટેસ્ટમાં સદી ફટકારી છે. તેણે માત્ર 103 બોલમાં ટેસ્ટ કારકિર્દીની પહેલી સદી ફટકારી છે. ગસ એટકિન્સને પોતાના ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં પણ પહેલીવાર સદી ફટકારી છે.

ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગસ એટકિન્સન આમ તો પોતાની બોલિંગ માટે જાણીતો છે, પરંતુ શ્રીલંકા સામે લોર્ડ્સ ટેસ્ટમાં આ ખેલાડીએ પોતાની બેટિંગથી શાનદાર પ્રદર્શન કરી તમામને ચોંકાવી દીધા છે.

ગસ એટકિન્સને શ્રીલંકા સામે તોફાની સદી ફટકારી છે. મહત્વની વાત તો એ છે કે, એટકિન્સન 8માં નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો. એટકિન્સને માત્ર 103 બોલમાં સદી ફટકારી, પોતાની સદી પૂરી કરવા માટે એટકિન્સને 4 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા. આ સદી સાથે ગસ એટકિન્સને લોર્ડ્સના ઓનર બોર્ડ પર પોતાની જગ્યા બનાવી છે.

આ સન્માન સચિન તેંડુલકરને આખા કારકિર્દીમાં મળી શક્યું નથી, કેમ કે તેઓએ આ ઐતિહાસિક મેદાન પર એકપણ સદી ફટકારી નથી.

કારકિર્દીની પહેલી સદી ફટકારી

એટકિન્સને સદીની સાથે બે શાનદાર પાર્ટનરશિપ પણ કરી હતી. જો રૂટ સાથે તેણે 7મી વિકેટ માટે 111 બોલમાં 92 રન જોડ્યા. એટકિન્સને એવા ક્લાસિક શોટ રમ્યા જેને જોઈને જો રૂટ પણ નવાઈમાં પડી ગયો. ત્યાર બાદ મેથ્યૂ પોટ્સ સાથે એટકિન્સને 97 બોલમાં 85 રન જોડ્યા. એટકિન્સને પોતાની બેટિંગથી સાબિત કરી બતાવ્યું કે, તે બોલની સાથે સાથે બેટથી પણ મહત્વનું યોગદાન આપી શકે છે. ક્રિકેટ નિષ્ણાતો તો તેને આગામી મોટો ઓલરાઉન્ડર કહેવા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *