પાકિસ્તાનના આ ખેલાડી એ જ ના પાડી દીધી ભારતે પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફી રમવા ન આવવું જોઈએ કંઈ થાય તો જવાબદારી તેની..
ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં યોજાનાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા જશે કે નહીં તેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. આ વચ્ચે એક મોટું નિવેદન સામે આવ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં યોજાનાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા જશે કે નહીં તેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. આગામી વર્ષે રમાનાર આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આપવામાં આવી છે. આ ટુર્નામેન્ટને લઈ એક મોટું નિવેદન સામે આવ્યું છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ સ્પષ્ટ કહ્યું કે, ભારતીય ટીમે પાકિસ્તાનમાં જઈને ચેમ્પિયન્સ ટ્રોફી રમવી જોઈએ નહીં.
તેણે સ્પોર્ટ્સ તક સાથે વાત કરતા એવું નિવેદન આપ્યું કે, ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. બીસીસીઆઈએ પહેલા જ સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાનમાં જઈને કોઈપણ મેચ રમશે નહીં.
દાનિશ કનેરિયાએ ભારતના પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાને લઈને કહ્યું કે, ‘‘પાકિસ્તાનને પહેલા પણ કહેતો રહ્યો છું અને આગળ પણ કહેતો રહીશ. ભારતીય ટીમ પાકિસ્તાન રમવા નહીં જાય. કેમ જાય, તમે તેના વગર જ રમી લો ને, જો તમારી આટલી જિદ હોય તો ભારતીય ટીમ વગર જ રમી લો. ચેમ્પિયન્સ ટ્રોફી છે ઠીક છે, સમજી શકાય, પરંતુ તમારે હકીકત પણ જોવી જોઈએ. પાકિસ્તાનની પરિસ્થિતિ કેવી છે, અહીંનો માહોલ કેવો છે. મારુ એ જ કહેવું છે કે, ભારતીય ટીમે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જવું જોઈએ નહીં.’’
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આગામી વર્ષે પાકિસ્તાનમાં કરવામાં આવશે. તેમાં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાનાર છે. 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી આ ટુર્નામેન્ટ રમાનાર છે. આ ટુર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાશે.