બાંગ્લાદેશ સીરિઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો આ ખેલાડી થયો બહાર..
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ઈજાના કારણે દુલીપ ટ્રોફી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. બુચી બાબુ ટૂર્નામેન્ટ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો.
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ઈજાના કારણે દુલીપ ટ્રોફી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. બુચી બાબુ ટૂર્નામેન્ટ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. સૂર્યકુમાર યાદવની ભારતની ટેસ્ટ ટીમમાં પુનરાગમનની આશાને ફટકો પડ્યો છે કારણ કે કોઈમ્બતુરમાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન XI સામે મુંબઈની બૂચી બાબુ ટૂર્નામેન્ટ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે જમણા હાથના બેટ્સમેનને ઈજા થઈ હતી.
ઈજાને કારણે મોટો ફટકો પડ્યો
આગામી દુલીપ ટ્રોફી સૂર્યકુમાર માટે મોટી ટુર્નામેન્ટ છે. હાલમાં સૂર્યકુમારે ટેસ્ટ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારતના T20I કેપ્ટને તેની કારકિર્દીમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે અને તે ફેબ્રુઆરી 2023માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે આવી હતી. સૂર્યકુમારે બુચી બાબુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા કે તે કેટલાક શાનદાર પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં વાપસી કરવા માંગે છે. પરંતુ તેને થયેલી ઈજાને કારણે તેની આશાને મોટો ઝટકો લાગ્યો છે.
ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 14 સદી અને 29 અડધી સદી ફટકારીકોઈમ્બતુરમાં મેચ પહેલા તેણે કહ્યું હતું કે હવે તેનો એક માત્ર વિકલ્પ છે કે બુચી બાબુ ટૂર્નામેન્ટ રમે અને પછી દુલીપ ટ્રોફી રમે. હજુ દસ ટેસ્ટ મેચ રમવાની છે અને તે ટેસ્ટ ફોર્મેટમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સૂર્યકુમારે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 82 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 43.62ની એવરેજથી 5628 રન બનાવ્યા છે.
ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 14 સદી અને 29 અડધી સદી ફટકારી છે. જો સૂર્યકુમાર સમયસર સાજો નહીં થાય તો તે ટીમ Cની તાકાતમાં ઘટાડો કરશે કારણ કે ઝડપી બોલર ઉમરાન મલિક બીમારીના કારણે પહેલાથી જ બહાર છે.