ગૌતમ ગંભીરે જાહેર કરી‌ ઓલટાઈમ પ્લેઇંગ 11 આ ખેલાડી ને મળ્યું સ્થાન અને બુમરાહ નુ કપાયું પત્તુ..

ગૌતમ ગંભીરે તેની ઓલ ટાઈમ ODI ટીમમાં સચિન તેંડુલકર અને એમએસ ધોની જેવા દિગ્ગજોને સ્થાન આપ્યું છે, તેની સામે રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ તેમની ટીમમાં જગ્યા મળી નથી.

ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ભારતની ઓલ ટાઈમ ODI ટીમની જાહેરાત કરી છે. ગૌતમ ગંભીરે સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને અનિલ કુંબલે જેવા ઘણા દિગ્ગજ ખેલાડીઓને આ ટીમમાં જગ્યા આપી છે પણ હાલના ઘણા દિગ્ગજ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી.

હવે એ વાત તો જાણીતી જ છે કે ગૌતમ ગંભીર તેના સ્પષ્ટવક્તા વિચારો માટે જાણીતો છે અને તેની ટીમમાં પણ આ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. આ ટીમમાં ગૌતમ ગંભીરે 6 બેટ્સમેન, 2 ઓલરાઉન્ડર, 2 સ્પિનર્સ અને 1 ફાસ્ટ બોલરનો સમાવેશ કર્યો છે. જોકે, ગૌતમ ગંભીરે વર્તમાન ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્માને ટીમમાં સ્થાન આપ્યું નથી.

ગૌતમ ગંભીરે વીરેન્દ્ર સેહવાગની સાથે ઓપનિંગ બેટ્સમેન તરીકે આ યાદીમાં ટોચ પર સ્થાન મેળવ્યું છે. બંને ખેલાડીઓએ ઘણી વખત ભારતીય ટીમની શરૂઆતની ઇનિંગ્સને સંભાળી છે. આ પછી ગંભીરે પૂર્વ ભારતીય કોચ રાહુલ દ્રવિડ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ત્રીજા અને ચોથા નંબરે સામેલ કર્યા છે.

સાથે જ ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને પાંચમા સ્થાને બેટિંગ કરવા માટે પસંદ કર્યો છે. આ સિવાય ગંભીરે તેના ઓલ ટાઈમ ઈન્ડિયા-11માં બોલિંગની જવાબદારી ઝડપી બોલર ઝહીર ખાન અને ઈરફાન પઠાણને આપી છે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન અને અનિલ કુંબલેના નામ પણ સ્પિનરો તરીકે ટીમમાં સામેલ છે અને એમએસ ધોનીને વિકેટકીપર તરીકે સ્થાન આપ્યું છે.

ગૌતમ ગંભીરની ઓલ ટાઈમ ટીમ ઈન્ડિયા-11

વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), અનિલ કુંબલે, રવિચંદ્રન અશ્વિન, ઈરફાન પઠાણ અને ઝહીર ખાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *