IPL 2025 માં બદલાશે આ બે મોટા નિયમ આ નિયમથી મુંબઇ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણી છે નારાજ..

BCCI લેવા જઈ રહી છે એક મોટો નિર્ણય IPL 2025માં કેપ્ટનની સાથે અમુક એકદમ નવા ચહેરાઓ જોવા મળી શકે છે, આ સિવાય નિયમો પણ બદલાશે જાણો કયા છે નિયમ..

આવનાર ઇંડિયન પ્રીમિયર લીગ 2025 ખૂબ બદલાયેલી રહેશે. 2024ના અંતમાં થતાં એક્શનમાં દરેક ટીમ બદલાઈ જશે, ઘણી ટીમના કેપ્ટન બદલાશે અને અમુક એકદમ નવા ચહેરાઓ જોવા મળશે. આ સાથે અમુક નિયમો પણ બદલાઈ જશે. અત્યારે તો 2 નિયમ છે, જેમને BCCI આગામી સીઝનમાં જાળવવાનું વિચારી શકે છે. જેમાંથી એક નિયમ ઇમ્પેક્ટ પ્લેયર છે અને બીજો એક ઓવરમાં બે બાઉન્સરનો છે.

BCCI છેલ્લી સિઝનમાં આ બંને નિયમોને IPLમાં લાવી હતી. આ નિયમો ઇન્ટરનેશનલ ક્રિકેટના ભાગ નથી પરંતુ T20 કોમ્પિટિશન અને રોમાંચક બનાવવા માટે બનાવ્યા હતા. IPL પહેલા આ નિયમો ઘરેલુ T20 ટુર્નામેંટ સૈયર મુશ્તાક અલી T20માં લાગુ કરવામાં આવ્યા હતા. અહીં સફળતા મળ્યા બાદ IPLમાં આ નિયમોને લાગુ કરવામાં આવ્યા હતા. હકીકતમાં તો ઇમ્પેક્ટ પ્લેયરની સૌથી વધારે ચર્ચા થઈ અને ઘણા કોચ અને ખેલાડીઓ આ નિયમથી નાખુશ થયા હતા.

મુસ્તાક અલી ટ્રોફી પહેલા રિવ્યૂ

એક રિપોર્ટ પ્રમાણે, BCCI વિચાર કરી રહી છે કે આ બંને નિયમોને મુસ્તાક અલી ટ્રોફીની નવી સિઝનમાં લાગુ કરવા જોઈએ કે નહીં. જો કે, BCCIએ રાજ્ય ક્રિકેટ સંઘ સાથે આ ટુર્નામેન્ટ પ્લેઇંગ કન્ડિશન ની કોઈ જાણ કરી નથી. એવામાં જો બોર્ડ મુસ્તાક અલી ટ્રોફીની આ બંને કે કોઈ એક નિયમને દૂર કરે છે તો શક્યતા છે કે IPL 2025 માં એ નિયમ ન જોવા મળે. આ જ રીતે જો BCCI આ નિયમોને જાળવી રાખવાનો નિર્ણય લે છે તો કદાચ તેને આગામી સિઝનમાં પણ જોઈ શકાય છે.

ઇમ્પેક્ટ પ્લેયર પર ઉભા થયા સવાલ

ઇમ્પેક્ટ પ્લેયર નિયમ ઓલરાઉન્ડર ખેલાડીના વિકાસ માટે અડચણરૂપ સાબિત થતો હતો. રોહિત શર્માથી લઈને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડી અને રિકી પોન્ટિંગ જેવા ફેમસ કેપ્ટને પણ આ નિયમનો વિરોધ કર્યો હતો. જ્યારે બીજી તરફ એક ઓવરમાં બે બાઉન્સરના નિયમને બોલરો માટે મદદગાર સાબિત થયો હતો. જો કે તો આખી સિઝન દરમિયાન આનો કોઈ ખાસ અસર જોવા નહોતી મળી અને ઇમ્પેક્ટ પ્લેયર નિયમની બોલરો પર પણ અસર જોવા મળી હતી, જેનું પરિણામ મોટા-મોટા સ્કોર અને જબરદસ્ત બેટિંગના રૂપે જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *