પાકિસ્તાન ટીમના 4 ખેલાડી થઈને પણ એક કેચ ના પકડી શક્યા અને પછી મેદાન પર જોવા જેવું થયું..
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હંમેશા તેની ખરાબ ફિલ્ડિંગને કારણે ટ્રોલ થતી રહે છે. એવું ઘણી વખત બન્યું છે કે પાકિસ્તાની ફિલ્ડરોએ ખૂબ જ સરળ કેચ છોડ્યા છે. આ કારણે ટીમની ખૂબ મજાક ઉડાવવામાં આવે છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હંમેશા તેની ખરાબ ફિલ્ડિંગને કારણે ટ્રોલ થતી રહે છે. એવું ઘણી વખત બન્યું છે કે પાકિસ્તાની ફિલ્ડરોએ ખૂબ જ સરળ કેચ છોડ્યા છે. આ કારણે ટીમની ખૂબ મજાક ઉડાવવામાં આવે છે. હવે ફરી એકવાર પાકિસ્તાનની નબળી ફિલ્ડિંગ જોવા મળી છે. બાંગ્લાદેશ સામે રાવલપિંડીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનની નબળી ફિલ્ડિંગ સામે આવી છે. તમે પણ જુઓ આ વીડિયો કેવી રીતે પાકિસ્તાનના ત્રણ ફિલ્ડરો મળીને એક પણ કેચ ન પકડી શક્યા.
પાકિસ્તાન વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં પાકિસ્તાને 274 રન બનાવ્યા હતા. આ પછી જ્યારે ટીમ બોલિંગ કરવા માટે આવી તો મીર હમઝાને પહેલી ઓવરની જવાબદારી સોંપવામાં આવી. મીર હમઝાએ સ્લિપ પર 5 ખેલાડીઓને તૈનાત કર્યા હતા, જેથી કરીને કોઈ કેચ છોડી શકાય નહીં. મીર હમઝાના બોલ પર શાદમાન ઈસ્લામનો કેચ સ્લિપમાં ગયો હતો. જોકે, ત્રણ ખેલાડીઓ મળીને પણ આ કેચ પકડી શક્યા ન હતા. સૌપ્રથમ તો સઈદ શકીલે કેચ છોડ્યો અને ત્યાર બાદ બે વધુ ખેલાડીઓને પણ તેને પકડવાની તક મળી પરંતુ તેઓ તે કેચ ઝડપી શક્યા ન હતા.
અમ્પાયરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા
પાકિસ્તાની ખેલાડીઓની આ નબળી ફિલ્ડિંગ જોઈને અમ્પાયરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેની પ્રતિક્રિયા પણ ખૂબ જ જોરદાર છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પાકિસ્તાનની ટીમ ભલે 274 રન પર જ સિમિત રહી ગઈ હોય, પરંતુ જવાબમાં બાંગ્લાદેશની બેટિંગ પણ આસાન રહી ન હતી. ટીમનો ટોપ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો અને માત્ર 26 રનમાં 6 વિકેટ પડી હતી. ગત મેચમાં જબરદસ્ત સદી ફટકારનાર મુશ્ફિકુર રહીમ આ મેચમાં માત્ર 3 રન બનાવી શક્યો હતો. જો કે નીચલા ક્રમમાં લિટન દાસ અને મેહદી હસન મિરાઝે દાવ સંભાળ્યો હતો. આ બંને બેટ્સમેનોએ સાતમી વિકેટ માટે લગભગ 200 રનની ભાગીદારી કરીને બાંગ્લાદેશ માટે પુનરાગમન કર્યું હતું. આ કારણથી પાકિસ્તાન મોટી લીડ મેળવી શક્યું નથી.